નવાપુરા કેવડાબાગ વિસ્તારમાં રહેતી મહિલાનો આપઘાત
વાઘોડિયા રોડના યુવાને ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
વડોદરા,નવાપુરા વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતાએ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
નવાપુરા કેવડાબાગ પાસે રહેતા વંદનાબેન સંતોષભાઇ કહાર ( ઉં.વ.૩૩) ઘરકામ કરે છે. આજે બપોરે તેમણે અગમ્ય કારણોસર ઘરે ગળા ફાંસો ખાઇ લીધો હતો. બપોરે તેમના પતિ ઘરે આવતા જાણ થતા તેઓ પત્નીને નીચે ઉતારીે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, તેઓનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ ભાથીજી નગરમાં રહેતો ૨૬ વર્ષના ભાવેશ વજેસિંગભાઇ બારિયા ગેરેજનું કામ કરે છે. ગઇકાલે રાતે ગળા ફાંસો ખાઇ લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે.