Gujarat

લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ

By GS TEAM
22 Feb 20261 min read
લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ

વડોદરા,શહેર નજીકના એક ગામમાં  રહેતી ૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ૧૯ વર્ષના યુવક દ્વારા શારીરિક શોષણ કરી તરછોડી દેવામાં આવી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

૧૭ વર્ષની કિશોરી છ વર્ષ પહેલા વડોદરા નજીકના એક ગામમાં રહેતા મામાના ઘરે રહેવા આવી હતી. તે દરમિયાન તેનો પરિચય એક કિશોર ( હાલની ઉંમર,૧૯ વર્ષ)  સાથે થયો હતો. કિશોરે લગ્નની લાલચ આપી અવારનવાર કિશોરીને હોટલમાં લઇ  જઇ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે કિશોરીને તરછોડી દીધી હતી. કિશોરે અન્ય કિશોરી સાથે લગ્નની તૈયારી કરી હતી. જેની જાણ થતા ભોગ બનનાર કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવતા  પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે.