Get The App

પાંડેસરામાં 3-4 માસ અગાઉ લગ્ન કરનાર નવપરિણીતાનો આપઘાત

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
પાંડેસરામાં 3-4 માસ અગાઉ લગ્ન કરનાર નવપરિણીતાનો આપઘાત 1 - image

- વેડરોડમાં આધેડ મહિલાએ અને લિંબાયતમાં જરીના મશીનની દલાલી કરતા યુવાને જીવન ટુંકાવ્યુ

     સુરત 

સુરતમાં આપઘાતના ત્રણ બનાવમાં પાંડેસરામાં કોઇ કારણસર નવપરિણિતાએ, ચોકબજારમાં મહિલાએ અને લિંબાયતના યુવાને આત્મહત્યા કરી હતી.

પ્રથમ બનાવમાં પાંડેસરામાં હરીઓમનગરમાં રહેતી ૨૭ વર્ષીય મોની હરેન્દ્રસીંગ કુસ્વાહાએ બુધવારે રાતે ઘરમાં લોખંડના પાઇપ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મોની મુળ ઉતરપ્રદેશના ગાજીપુરાની વતની હતી. તેના ૩થી૪ માસ પહેલા લગ્ન થયા હતા. તેનો પતિ હજીરા ખાતે ભાડેથી રાખેલી દુકાનમાં મોબાઇલ એસેસરીઝનું વેચાણ કરતો હતો. બીજા બનાવમાં વેડરોડ પર રૃપાલી સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય વંદનાબેન રાજેશભાઇ નીબારીએ ગત તા.૧૧મીએ સવારે ઘરે ઝેરી દવા પી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલમાં આજે સવારે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. તે મુળ મહારાષ્ટ્રની વતની હતી. તેને એક સંતાન છે. તેના પતિ લેસ પટ્ટીના ધંધા સાથે સંકળાયેલા છે. ત્રીજા બનાવમાં લિંબાયતમાં ગણેશનગરમાં રહેતો ૪૦ વર્ષીય મનમોહન વિશ્વનાથ મહારાણાએ આજે સવારે ઘરમાં અગમ્ય કારણસર સળિયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે જરીના મશીનની દલાલી કરતો હતો. તેને બે સંતાન છે.