લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીનો આપઘાત
યુવક રાતે કામ પરથી પરત ઘરે આવ્યો ત્યારે આપઘાતની જાણ થઇ
વડોદરા,કિશનવાડી વુડાના મકાનમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીએ ગઇકાલે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ વાઘોડિયાની સુમિત્રા વિકાસભાઇ વસાવા ( ઉં.વ.૨૪) છેલ્લા કેટલાક સમયથી માતા સાથે બકરાવાડી વિસ્તારમાં રહેતી હતી. સુમિત્રાના પહેલા પતિનું અવસાન થયા પછી તે છેલ્લા એક વર્ષથી વિકાસ સાથે પ્રેમ સંબંધ હતો અને તે છ મહિનાથી વિકાસ સાથે લિવ ઇન રિલેશનશિપમાં બે બાળકો સાથે રહેતી હતી. ગઇકાલે વિકાસ કામ પર ગયો હતો. રાતે તે ઘરે પરત આવ્યો ત્યારે સુમિત્રાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.