Gujarat

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી

By GS TEAM
11 Sep 20251 min read
ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી

વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશને શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી વિસ્તારમાં યશ કોમ્પલેક્સથી નીલામ્બર તરફ જતા પોલીસ સ્ટેશન નજીક ડાબી બાજુ રોડ લાઇનમાં નડતરરૃપ બનેલી અમુક ઓરડી પર બૂલડોઝર ફેરવી દબાણ હટાવ્યું હતું.

કોર્પોરેશને આ કામગીરી હાથ ધરી ત્યારે સ્થાનિક રહેવાસીઓ સાથે ઘર્ષણનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. કોર્પોરેશને અગાઉ તા.૧૩ જૂને આ ઓરડીઓ હટાવી દીધી હતી, પરંતુ ફરી બાંધી દેવાતા આ ઓપરેશન હાથ ધર્યું હતું. 

જે તે સમયે આ ઓરડી તોડી એ પછી કોર્પો.ના એર્ફોડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા ફાળવણીની પણ જરૃરી પ્રક્રિયા કરવામાં આવી હતી.  સ્થાનિક મહિલાનું કહેવું હતું કે અમે અહીં મફત રહેતા ન હતા, જગ્યા ખરીદી હતી. જોકે કોર્પોરેશનનું કહેવું છે કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ  આ કામગીરી કરાઇ છે.