Get The App

OBC અનામતને લઈને મોટા સમાચારઃ ગુજરાત સરકાર આજે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરી શકે છે

કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટને સ્વીકારવામાં આવ્યો હોવાની ચર્ચાઓ

સરકાર આજે રિપોર્ટ જાહેર કરે તો નવરાત્રિ સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની શક્યતાઓ

Updated: Aug 29th, 2023

GS TEAM


Google News
Google News
OBC અનામતને લઈને મોટા સમાચારઃ ગુજરાત સરકાર આજે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરી શકે છે 1 - image



અમદાવાદઃ ગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે મળી છે. આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ઘણા સમયથી ચર્ચામાં રહેતા ઝવેરી પંચના રીપોર્ટ પર વિચારણા હાથ ધરાઈ હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં OBC અનામત મુદ્દે આજે જાહેરાત થવાની શક્યતાઓ છે. કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટને સ્વીકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

નવરાત્રિ સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં OBC અનામતને લઈને સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરે તકેવી શક્યતાઓ છે. રાજ્યમાં એક વર્ષ કરતાં વધુ સમયથી અનેક પંચાયતોમાં OBC બેઠકો ખાલી પડી છે. આ પંચાયતોમાં કોંગ્રેસે 27 ટકા OBC અનામતની માંગ કરી છે. ત્યારે હવે સરકાર રીપોર્ટ જાહેર કરે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતાઓ છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે નવરાત્રિ સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે છે. 

13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો

સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં આજ દિન સુધી કોઈ નિર્ણય ન થતા કૉંગ્રેસે ઓબીસી બચાવો આંદોલન શરૂ કર્યુ હતું. 

Tags :