રાજકોટમાં નર્સની છરીના ઘા ઝીંકી હત્યા, પોલીસે પાડોશમાં રહેતા શખસની ધરપકડ કરી
Rajkot Crime News: રાજકોટમાં નર્સની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઋષિકેશ સોસાયટીમાં રહેતી 52 વર્ષીય ચૌલાબેન પટેલની તેના પાડોશમાં રહેતા કાનજી વાંજા નામના શખસે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક મહિલા મૂળ અમદાવાદના વતની છે અને હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, મૃતક ચૌલાબેન પટેલની પાછળની શેરીમાં રહેતા 34 વર્ષીય કાનજી વાંજા રાત્રે મહિલાના મકાને આવ્યો હતો. બાદમાં તેણે મહિલા સાથે બળજબરી કરી કરી હતી. પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા આરોપીએ તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ અંગે મહિલાના પરિવારજનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: નખત્રાણાના સમૂહલગ્નમાં આમંત્રિત મહંત પર હિચકારો હુમલો, સાત લોકો સામે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, મૂળ અમદાવાદના વતની ચૌલાબેન ઋષિકેશ સોસાયટીમાં તેમના ઘરની પાછળ જ રહેતા શખસે હત્યા કરી નાખી હતી. આ મહિલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને ચારેક માસથી તેમની અહીં રાજકોટ બદલી થઈ હતી. પરંતુ પરિવારજનોએ અમદાવાદ રહેવાની વાત કરતા તેમણે બદલી અંગેની વાત કરી હતી.