ઓડિશામાં કોલેજ કન્યાના આત્મદહન સંદર્ભે વડોદરાની MSUમાં NSUI દ્વારા દેખાવો : ચક્કાજામ કરવા પ્રયાસ
Vadodara : દેશના ઓડીશા પ્રદેશની કોલેજ કન્યાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટથી કંટાળીને આત્મદહન કરતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ અંગે સંવેદના દાખવી એનએસયુઆઈ દ્વારા વડોદરાની કોમર્સ ફેકલ્ટી બહાર ત્યાંની ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરીને ગંભીર રીતે દાજેલી વિદ્યાર્થીની બાબતે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. સાથે-સાથે NSUIના કાર્યકરોએ કોમર્સ ફેકલ્ટી બહાર રસ્તા પર બેસી જઈ ચક્કાજામના પ્રયાસો કરતા પોલીસ દ્વારા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઓડિશા રાજ્ય ખાતેની કોલેજમાં બીજા વર્ષમાં વિદ્યાર્થીની ભણતી હતી. પરંતુ કોલેજમાં કર્મચારી દ્વારા વિદ્યાર્થીનીનું વારંવાર સેક્સ્યુઅલ થતું હતું. આ અંગે પીળી તક વિદ્યાર્થીનીએ કોલેજ સત્તાધીશો સમક્ષ ફરિયાદ પણ કરી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. અંતે કંટાળીને વિદ્યાર્થીનીએ પોતાની જાતને અગ્નિદાહ દીધો હતો પરિણામે ગંભીર રીતે વિદ્યાર્થીની 95 ટકા જેટલી દાઝી ગઈ હતી.
આ અંગે વડોદરા એનએસયુઆઇ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની બહાર એકત્ર કાર્યકર્તાઓ સાથે પ્રમુખ અમર વાઘેલા સહીત તમામે ભારે સૂત્રોચાર કરીને ઓડિશાની ભાજપ સરકારને દાઝી ગયેલી વિદ્યાર્થીની અંગે સંવેદના દાખવીને કસુરવારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.