Gujarat

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત

By GS TEAM
6 Dec 20251 min read
TukuTouch Logo
યુવાધનને નશાખોરીના રવાડે ચડાવવાના ઇરાદે શહેરમાં ડ્રગ્સ અને દેશી વિદેશી દારૂ ઠાલવવાનું પ્રમાણ અસામાજિક તત્વો દ્વારા સતત વધી રહ્યું છે ત્યારે શહેર એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડીંગ બહાર રાજ્ય સરકાર સામે વિરોધ પ્રકટ કરવાના ઇરાદે રોડ રસ્તા પર સુત્રોચાર અને પ્લે કાર્ડ સાથે ચક્કાજામ કરતા સયાજીગંજ પોલીસે એનએસયુઆઇના પ્રમુખ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે  વિરોધ કરી  NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત

યુવાધનને નશાખોરીના રવાડે ચડાવવાના ઇરાદે શહેરમાં ડ્રગ્સ અને દેશી વિદેશી દારૂ ઠાલવવાનું પ્રમાણ અસામાજિક તત્વો દ્વારા સતત વધી રહ્યું છે  ત્યારે શહેર એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડીંગ બહાર રાજ્ય સરકાર સામે વિરોધ પ્રકટ કરવાના ઇરાદે રોડ રસ્તા પર સુત્રોચાર અને પ્લે કાર્ડ સાથે ચક્કાજામ કરતા સયાજીગંજ પોલીસે એનએસયુઆઇના પ્રમુખ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે યુવાધનને નશાના રવાડે ચડાવવાના ઇરાદે અસામાજિક તત્વો દ્વારા શહેરમાં દારૂ અને માદક દ્રવ્યો સતત ઠલવાઈ રહ્યા છે. 

પરિણામે શહેરના કેટલાય વિસ્તારમાં દેશી વિદેશી દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે ત્યારે રાજ્ય  સરકાર સામે આ બાબતે વિરોધ દર્શાવવાના ઇરાદે મસો યુનિવર્સિટીની કમાટી બાગ કાલાઘોડા સર્કલ પાસે આવેલી કોમર્સ ફેકલ્ટીના મેઈન ગેટ બહાર જાહેર રોડ પર ચક્કાજામનો કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. 

બપોરે 12:00 વાગ્યાના સુમારે કરાયેલા ચક્કાજામ કાર્યક્રમ સંદર્ભે કમાટીબાગ, કોમર્સ ફેકલ્ટી પાસે એન એસયુઆઈના પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા ડ્રગ્સ અને દારૂના વેચાણ વિરોધી પ્લે કાર્ડ અને રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સૂત્રોચાર કરાયો હતો. 

જ્યારે બીજી બાજુ સયાજીગંજ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ચક્કાજામ કાર્યક્રમ સંદર્ભે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા, તેજસ રોય દીપ યાદવ પાર્થ પટેલ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.