સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ, પોલીસ સાથે ઘર્ષણ થતા કાર્યકર્તાઓની અટકાયત
Rajkot News: ગુજરાતમાં શિક્ષણ બચાવો આંદોલન લઈને મંગળવારે (નવમી સપ્ટેમ્બર) કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેમ્પસમાં દેખાવ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી પોતે આવેદન સ્વીકારવા માટે આવ્યા હતા, પરંતુ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકર્તાઓએ મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી પોલીસે કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવો
મળતી માહિતી અનુસાર, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલપતિ ડૉ. ઉત્પલ જોશી આવેદન આપતા NSUIના કાર્યકર્તાઓએ મુખ્ય બિલ્ડિંગમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરતા મુખ્ય દરવાજાનો કાચ તૂટી ગયો હતો. કોંગ્રેસ, NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી પોલીસે કોંગ્રેસ અને NSUIના 50 જેટલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાણાવ્યું હતું કે, 'અમારા પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના હિત માટે અને લડી રહ્યા છીએ, બેફામ માર મારી અમારી અટકાયત કરી કરવાામાં આવી છે. અમારો અવાજ દબાવાશે તો ઉગ્ર આંદોલન કરીશું.'
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે હોલ 10 વર્ષે પણ તૈયાર થતો નથી. દાતાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જમીન આપી છે, પરંતુ તેની આજુબાજુ દબાણ જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસની આજુબાજુ ડ્રગ્સ જેવા દૂષણોનો કાળો કારોબાર ચાલે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને ડિગ્રીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કાયમી ભરતીના બદલે કોન્ટ્રાક આધારિત ભરતી કરવામાં આવે છે જેને વિષયનું કોઈ જ યાદ હોતું નથી જેને કારણે પરીક્ષાના પરિણામ મોડા જાહેર થાય છે અને અનેક છબરડાઓ સામે આવે છે.'