Get The App

વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના વાઘોડિયા રોડના પાર્ટી પ્લોટમાંથી NRI મહિલાના પર્સની ચોરી 1 - image

Vadodara Purse Theft Case : વડોદરાના નિઝામપુરાની કામધેનુ સોસાયટીમાં રહેતા ભ્રાંતિબેન જીનેશભાઈ પટેલ મૂળ કેનેડાના રહેવાસી છે અને કેનેડામાં ટોરંટો ખાતે એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી બહેન જ્યોતિબેનના દીકરા પાર્થના લગ્ન હોય હું કેનેડાથી વડોદરા આવી હતી. 25મી તારીખે મારા ભાણેજના લગ્ન વાઘોડિયા રોડ પર ભવન્સ પાર્ટી પ્લોટ ખાતે હતા. રાત્રે 8:00 વાગે અમે જાન લઈને પાર્ટી પ્લોટ ખાતે ગયા હતા.

મારી પાસે ક્રીમ કલરનું પર્સ હતું રાત્રે 11:30 વાગે ભાણેજના લગ્ન પૂર્ણ થતા મારા ભાણેજને તેની સાસરી પક્ષ તથા સગા સંબંધીઓથી મળેલી ભેટ સોગાદો એક મરૂન કલરના પર્સમાં રાખી હતી. તે પર્સ મારી બહેન જ્યોતિબેને મને સાચવવા માટે આપ્યું હતું. આ બંને પર્સ મારી ખુરશીની બાજુમાં નીચે મૂક્યા હતા અને હું જમતી હતી તે દરમિયાન મારી દીકરી મુદ્રાએ મને જણાવ્યું કે કોઈ વસ્તુ લગીને ભાગી ગયેલ છે. જેથી મેં ચેક કરતા બંને પર્સ ગુમ હતા આ બંને પર્સ ચોર લઈ ગયો હતો. મારા પર્સમાં સોનાની એક તોલાની ચેન રોકડા 25,000 તથા એરપોર્ડ હતા. જ્યારે લગ્નની ગિફ્ટવાળા પર્સમાં સોનાના 42 ગ્રામ વજનના દાગીના એક ઘડિયાળ અને રોકડા 50,000 હતા. કોઈ ચોર 6.33 લાખની માતા ભરેલા પેપર ચોરીને ભાગી ગયો હતો.