એન.આર.આઈ યુવતીની કારનો કાચ તોડી પર્સની ચોરી
ગાંધીનગરમાં ધોળાકુવા પાસે
યુરોની સાથે જર્મનીનું રેસિડેન્ટ પરમિટ કાર્ડ ચોરાઈ ગયું ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને
ચીલી ઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગઠિયાઓ દ્વારા કારના કાચ તોડીને તેમાંથી
કીમતી માલસામાનની પણ ચોરી કરી લેવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના ધોળાકુવા પાસે
આવેલી રાધે ઇન્ફીનિટી કોમ્પ્લેક્સમાં આવેલી હોટલમાં જમવા માટે આવેલી એન આર આઈ
યુવતી ગઠીયાઓનો ભોગ બની છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
વિજાપુરની વતની અને હાલ જર્મનીમાં રહેતી શિવાની હર્ષદભાઈ પટેલ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે, તે અને
તેના મંગેતર મંગેતર નિર્દોષ દિનેશભાઈ પટેલ,
બહેનપણી વૃંદા સોમેશ્વર અને અન્ય બે મિત્રો, હષત જૈન અને રિદ્ધિ પટેલ સાથે રાત્રે જમવા માટે ગાંધીનગર
આવ્યા હતા.
તેઓ રાધે ઈન્ફિનિટી કોમ્પ્લેક્સ પાસે આવેલા રેસ્ટોરન્ટમાં
જમવા ગયા હતા. તેમણે તેમની કાર સવસ રોડ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી.
જ્યારે તેઓ જમીને પાછા ફર્યા ત્યારે તેમને ગાડીની ડ્રાઈવર સીટ પાછળનો કાચ તૂટેલો
જોવા મળ્યો હતો.ગઠિયાઓ ગાડીમાંથી શિવાની પટેલનો કાળો થેલો અને પર્સ ચોરી ગયા હતા.
પર્સમાં આધાર કાર્ડ, જર્મનીની
એન-૨૬ બેન્કનું ડેબિટ કાર્ડ,
એડવેન્સિયા બેન્કનું ક્રેડિટ કાર્ડ,
જર્મનીનું રેસિડેન્સ પરમિટ કાર્ડ અને યુરો ચલણના પાંચ સિક્કા હતા. જેથી આ ઘટના
અંગે હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ
તપાસ શરૃ કરી છે.