Get The App

કોર્પોરેશનમાં હવે વાહન અને વ્યવસાય વેરો પણ ઓનલાઇન ભરી શકાશે

Updated: Jan 16th, 2025

GS TEAM

Google News
Google News
કોર્પોરેશનમાં હવે વાહન અને વ્યવસાય વેરો પણ ઓનલાઇન ભરી શકાશે 1 - image


વેરા વસુલાતને વધુ અસરકારક બનાવવા માટે

નવા તૈયાર કરાયેલા સોફ્ટવેરમાં વ્યવસાયકારોની નવી નોંધણી પણ કરી શકાશે ઃ આવક વધવાનો અંદાજ

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ઓનલાઈન વસૂલવાનું શરૃ કરાયા બાદ હવે વેરા વસુલાતને વધુ અસરકારક બનાવવા માટે વ્યવસાય અને વાહનવેરો ઓનલાઇન ભરી શકાય તે માટે સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વ્યવસાય વેરાની નવી નોંધણી પણ ઓનલાઇન કરી શકાશે.

ગાંધીનગર મહાનગરપાલિકાનાં દરેક વેરા ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે મહાનગરપાલિકાની વેબસાઈટ ુુુ.યચહગરૈહચયચિ-સેહૈબૈૅચન.ર્બસ પરના રાૉજથ//જીપિૈબીજ. યચહગરૈહચયચિ-સેહૈબૈૅચન.ર્બસ પોર્ટલ પર ભરપાઈ કરી શકાય છે. જેમાં ઓનલાઈન વેરો ભરવા ડેબિટ/ક્રેડિટ કાર્ડ,યુપીઆઇ, નેટ બેન્કિંગના વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. સાથે- સાથે નવા સોફટવેરમાં અરજદાર- વ્યવસાયધારક વ્યવસાયવેરામાં નવી નોંધણી તેમજ વ્યવસાયવેરાને લગતા અન્ય સુધારા વધારાની અરજી પણ ઓનલાઈન કરી શકશે, તથા વાહનવેરામાં ડીલરોની નોંધણી થયા બાદ ગાંધીનગર શહેરમાં વેચાણ થતા વાહનોનાં આજીવન વાહનવેરાનું પેમેન્ટ પણ કરી શકશે. આ અંગેની ગાઇડલાઇન મહાનગરપાલિકાના પોર્ટલ પર મૂકવામાં આવી છે.જે અરજદારોને રૃબરૃ ઓફલાઇન વ્યવસાયવેરા રોકડ અથવા ચેક/ ડીડીથી ભરવા ઈચ્છતા હોય તેઓ જાહેર રજા સિવાય કચેરીના સમય સવારે ૧૦.૩૦થી બપોરના ૩.૪૫ વાગ્યા સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની મધ્ય ઝોનની કચેરી, એમ.એસ.બિલ્ડીંગ, સેકટર-૧૧ ખાતે તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ જે તે ગામના જનસેવા કેન્દ્રો પર ભરી શકશે. વાહનવેરો ઓફલાઈન રોકડ અથવા ચેકથી મધ્ય કચેરી, સેકટર-૧૧ ઉપરાંત આર.ટી.ઓ. કચેરી, સેકટર-૩ ખાતે પણ ભરી શકશે. નવી ઓનલાઇન વ્યવસ્થા ગોઠવવાથી કોર્પોરેશનને વ્યવસાય વેરાની આવક વધવાનો અંદાજ લાગી રહ્યો છે.

Tags :