Gujarat

હવે ભાવનગર-અયોધ્યા ટ્રેનની તારીખની બે જિલ્લાના લોકોને રાહ

By GS TEAM
30 Jun 20251 min read
હવે ભાવનગર-અયોધ્યા ટ્રેનની તારીખની બે જિલ્લાના લોકોને રાહ

- રેલવે બોર્ડ દ્વારા લીલીઝંડી આપી દેવાઈ છે ત્યારે 

- ભાવનગર-દિલ્હી વીકલી અને ભાવનગર-સુરત ડેઈલી ટ્રેન દોડાવવા લોકોમાં પ્રવર્તતી માંગણી

ભાવનગર : ભાવનગર-અયોધ્યા ટ્રેનને રેલવે બોર્ડ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે ત્યારે હવે આ ટ્રેનના પ્રારંભની તારીખ જાહેર થવાનો ભાવનગર અને બોટાદ એમ બે જિલ્લાના લોકોને ઈંતઝાર છે.

 જાણવા મળતી વિગત અનુસાર અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ થયા બાદ તેમાં રામ લલ્લાના બિરાજમાન થયા ત્યારે ભાવનગર-અયોધ્યા દોડાવાયેલી વિશેષ ટ્રેનને યાત્રીઓનો અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આથી ભાવનગરથી અયોધ્યા જવાની ટ્રેન દોડાવવાની લોકોમાં લાગણી અને માગણી પ્રવર્તી રહી છે. જેનો સાનુકૂળ પડઘો પણ પડયો છે અને રેલવે બોર્ડ દ્વારા ટ્રેન દોડાવવાની પરવાનગી આપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજુ તારીખ જાહેર થઈ નથી. આથી ભાવનગર અને બોટાદ એમ બે જિલ્લાના લોકોને ટ્રેનના પ્રારંભની તારીખ જાહેર થવાનો ઈંતઝાર છે.ભાવનગર-દિલ્હી વીકલી અને ભાવનગર-સુરત ડેઈલી ટ્રેન દોડાવવામાં આવે અને તે અંગે રેલવે પ્રશાસન દ્વારા યોગ્ય કરવામાં તેવી માગણી પણ લોકોમાં પ્રવર્તી રહી છે.