Get The App

વડોદરામાં હવે, માંજલપુર વડસર વિસ્તારના રસ્તા બંધ!

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં હવે, માંજલપુર વડસર વિસ્તારના રસ્તા બંધ! 1 - image

Vadodara Road Closure : વડોદરા શહેરમાં મોટાભાગના તમામ જાહેર અને આંતરિક રસ્તાઓ જુદા જુદા કારણોસર ખોદીને પાલિકા તંત્રએ જાણે કે શહેરીજનોને હેરાન કરવા નક્કી કર્યું હોય તેમ ખાડા પુરવાનું નામ પણ લેવાતું નથી.

હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લોકોની સેવા કરતા હોય એવા દેખાડા સાથે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક, માંજલપુર એપીએસથી દરબાર ચોકડી સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવા અંગે પાટીદાર ચોકડી-માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સથી દરબાર ચોકડી સુધીનો રસ્તો બંધ થશે અને કોટેશ્વર ગામથી વડસર પંપિંગ સુધી લાઈન નાખવા અંગે ગામથી વડસર પંપિંગ સુધીનો રસ્તે કોન્ટ્રાક્ટરને એવી મશીનરી મજુરો કારીગરોની હેરફેર તથા મટીરીયલ રાખવા માટે આવશ્યકતા મુજબ કામગીરી પૂરી થાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ કરાશે. અન્ય રસ્તાનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા પાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા જણાવાયું હતું.