હવે પુણે-વડોદરા વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે
રેલ્વેની મહારાષ્ટ્રના પુણેને ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ
પુણે-શેગાંવ, પુણે -વડોદરા, પુણે- સિકંદરાબાદ, અને પુણે- બેલગાવી ટ્રેનો દોડશે
પુણેથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડવાની તૈયારી છે. જેમાં પુણે-વડોદરા વંદે ભારત રૂટ વધુ ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ બનતા ગુજરાત રાજ્યના લોકો માટે આ ખુબ જ લાભદાયી સાબિત થશે.
ભારતીય રેલ્વે દ્વારા પુણેથી ચાર શહેરોને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ છે. જેમાં પુણે-શેગાંવ, પુણે - વડોદરા, પુણે- સિકંદરાબાદ, અને પુણે- બેલગાવીનો સમાવેશ થાય છે. પુણે-વડોદરા વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્ર અને ગુજરાતના મુસાફરો માટે ફાયદારૂપ બનશે. આ ટ્રેનના લોનાવાલા, પનવેલ, વાપી , સુરત જેવા સ્ટેશન પર સ્ટોપેજની શકયતા છે. આ રૂટ પર હાલમાં મુસાફરીમાં લગભગ 9 કલાક જેટલો સમય લાગે છે. વંદે ભારત ટ્રેનથી મુસાફરી સમયમાં બે ક્લાકનો ઘટાડો થશે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે વ્યવસાયિક અને પારિવારિક સંબંધો માટે આ ટ્રેન એક મોટું પગલું સાબિત થશે.