Get The App

દિલ્હીથી મંગાવેલાં દારૂ સાથે કુખ્યાત બુટલેગર ઝડપાઈ ગયો

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીથી મંગાવેલાં દારૂ સાથે કુખ્યાત બુટલેગર ઝડપાઈ ગયો 1 - image


- કાળાનાળા સ્થિત કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં ચાલતી હતી હેરફેર

- બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી રૂા. 1.71 લાખની કિંમતની 48 બોટલ ઝડપી પાડી 

ભાવનગર : શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલાં અષ્ટવિનાયક કોમ્પ્લેકસના બેઝમેન્ટ પાર્કિંગ કુખ્યાત બુટલેગર દિલ્હીથી મંગાવેલાં દારૂની હેરફેર કરેત પૂર્વે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના હાથે ઝડપાઈ ગયો હતો. 

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો,તે દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ ઇંગ્લીશ દારૂના કેસોમાં ઝડપાયેલો અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર (રહે.અધેવાડા પાસે,ભાવનગર ) માધવદર્શન કોમ્પ્લેકસ સામે આવેલ અષ્ટવિનાયક કોમ્પ્લેકસના બેઝમેન્ટ પાર્કિંગમાં દિલ્હીથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પાર્સલમાં લાવીને હેર-ફેર કરવાની તૈયારીમાં છે.જે બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી સ્થળ પરથી રૂા.૧,૭૧,૪૦૦ની કિંમતની વિદેશી દારૂની ૪૮ બોટલ સાથે અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર ધરપકડ કરી હતી અને વિરૂદ્ધ તેના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીત પાસ હાથ ધરી હતી. 

Tags :