Gujarat

કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર

By GS TEAM
16 Sep 20251 min read
કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર

વડોદરા : ફતેગંજ બ્રિજ પર હત્યાનો પ્રયાસ કરવાના બનાવમાં  ફરાર થયેલા અલ્પુ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ તેની ઘનિષ્ઠ શોધખોળ શરુ કરવામાં આવી હતી અને બે દિવસ પહેલા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આજે ફતેગંજ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વારસીયાના હેરી લુધવાણીએ પોતાની કાર પરત માંગતા કારમાં આવેલા નામચીન અલ્પુ સિન્ધી અને તેના સાગરીતોએ મોડીરાતે હેરી ને આંતરી પાઇપ તેમજ દંડા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.જેની ફરિયાદ અપ્રિલ માસમાં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. બનાવમાં ૫૦થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા નામચીન અલ્પેશ વાધવાણી ઉર્ફે અલ્પુ સિન્ધીનું નામ ખુલતા ભારે ચાર મચી જવા પામી હતી.

આજે આરોપી અલ્પુને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, આરોપીને આશરો આપનારા તેમજ તેને મદદ કરનારા શખ્સોની તપાસ કરવાની છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને કાર કબજે કરવાની બાકી છે. બનાવમાં સંડોવાયેલા બે આરોપી રાજેશ તેમજ અસલમ હજી ફરાર હોઇ તેની તપાસ કરવાની છે. જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.