Get The App

વાલીઓને પરાણે યુનિફોર્મ, સ્ટેશનરી પધરાવતી 25 ખાનગી શાળાને નોટિસ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
વાલીઓને પરાણે યુનિફોર્મ, સ્ટેશનરી પધરાવતી 25 ખાનગી શાળાને નોટિસ 1 - image


રાજકોટમાં વર્ષોથી ખાનગી શાળાઓ દ્વારા કમિશનની કમાણીનો ખેલ

ત્રણ દિવસમાં યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો દંડ ફટકારવામાં આવશે, હજુ વધુ ધંધાદારી શાળાઓના કરતુતો બહાર આવશે

રાજકોટ: રાજકોટમાં ખાનગી ધંધાદારી શાળઓ દ્વારા વાલીઓ પાસેથી નાણાં ખંખેરવા માટે અવનવી રીત રસમો અપનાવવામાં આવી છે. શહેરની જાણીતી શાળઓ દ્વારા એક જ સ્થળેથી યનિફોર્મ પાઠય પુસ્તક, નોટબુક અને સ્ટેશનરી ખરીદવા માટેનો આગ્રહ રાખવામાં આવતો હોવાની વિગતોના આધારે ગઈકાલે રાજકોટનો નાનામૌવા ચોક આવેલા એજ્યુકેશન મોલમાં પુસ્તકો સ્ટેશનરીની ખરીદી મુદે વાલીઓના વિરોધ બાદ શિક્ષણ તંત્ર જાગ્યું હતું. આજે શહેર અને ગ્રામીણ વિસ્તારની અંદાજે ૨૫ જેટલી ખાનગી શાળાઓને આ મુદ્દે નોટીસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરવામાં આવી હતી.

રજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રનું હબ બની ગયું હોવાથી દરવર્ષે બહારગામથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરવા માટે આવતા હોય છે. ખાનગી શાળામાં આ વિદ્યાર્થીઓએ એડમિશન લીધા બ ાદ યુનિફોર્મ, નોટબુક, ચોપડા , સહિતની સ્ટેશનરી ખરીદવા માટે નિશ્ચિત દુકાનો કે મોલમાંથી ખરીદી માટે દબાણ કરવામાં આવતુ હોય છે. રાજકોટમાં ખાનગી શાળાની ચીઠ્ઠીના આધારે નાના મૌવા ચોક નજીક આવેલા એજ્યુકેશન મોલમાંથી વાલીઓને યુનિફોર્મ, સ્ટેશનરી સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે દબાણ કરવામાં આવતુ હોવાની ફરિયાદ ગઈકાલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને કરવામાં આવી હતી. દરમિયાન આજે હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ખાનગી શાળાઓ કમિશનની કમાણી માટે આ પ્રકારનો વહીવટ ચલાવતી હોવાનું ધ્યાને આવતા ૨૫ ખાનગી શાળાઓને નોટીસ ફટકારવામાં આવી હોવાનું રાજકોટના ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે રાજકોટમાં વર્ષોથી ખાનગી શાળાઓ નો યુનિફોર્મ, સ્ટેશનરી, શુઝ સહિતની સ્કુલની સામગ્રીના વેચાણમાં કમિશનનો વેપાર ચાલે છે. આજ સુધી કોઈએ આ દૂષણ અટકાવવાનું કામ હાથમાં લીધુ નથી. શહેરમાં ૨૫ શાળાઓને ત્રણ દિવસમાં ખુલાસો કરવાની નોટીસ આપવામાં ળી છે. ખુલાસો યોગ્ય નહી લાગે તો રૂા ૧૦ હજાર સુધીનો દંડ કરાશે. વિગતો બહાર આવશે તેવી શક્યતા તેઓએ દર્શાવી હતી.

રાજકોટની કઈ કઈ સ્કૂલોને નોટિસ આપી!

૧. મહાત્મા ગાંધી સ્કુલ. ૨. ઉડાન સ્કુલ. ૩. વાસુદેવ વિદ્યાલય. ૪. વિદ્યા આરાધના. ૫. મોદી સ્કુલ (અંબિકા ટાઉનશીપ). ૬. સર્વોદય સ્કુલ. ૭. તપોવન સ્કુલ. ૮. ભરાડ સ્કુલ. ૯. ક્રિશ્ના વિદ્યાલય. ૧૦. જ્ઞાાનદીપ વિદ્યાલય. ૧૧. શુભમ ગ્લોબલ સ્કુલ. ૧૨. વિપુલ વિદ્યાલય. ૧૨. રામકૃષ્ણ વિદ્યાલય. ૧૪. નીલરાજ શૈક્ષણિક સંકુલ. ૧૫. રાજકૂમાર સ્કૂલ. ૧૬. કિલ્લોલ પ્રાથમિક શાળા. ૧૭. વિનયમંદિર ૧૮. સહજાનંદ વિદ્યાસંકુલ. ૧૯. ઉચ્ચતર માધ્યમિક શાળા, સરધાર. ૨૦. રાધિકા સ્કુલ, ત્રંબા. ૨૧. ખોડા પીપર હાઈસ્કૂલ. ૨૨. મંગલમૂર્તિ ૨૩. ગાયી વિદ્યામંદિર ૨૪. સરસ્વતી સ્કુલ.

Tags :