મચ્છરોના પોરા મળતાં ૧૭ બાંધકામ સાઇટ્સ, નવ હોટલોને નોટિસ
જિલ્લા આરોગ્ય અને મેલેરિયા તંત્રની ૬૧૧ ટીમો દ્વારા
તા.૧૨થી ૧૭મી સુધી ખાસ ડ્રાઇવ
હોસ્પિટલ, શાળા, આંગણવાડી, દુકાનો,ડેરી, ધામક સ્થળ સહિત ૩૮૫ સંસ્થાઓમાં મચ્છરોના પોરા મળી આવ્યા
આ ડ્રાઇવમાં ૬૧૧ ટીમોએ ૧૨થી ૧૬ મે દરમિયાન ૨,૩૪,૭૬૨ ઘરોમાંથી ૧,૯૭,૮૫૬ ઘરોનું
નિરીક્ષણ કર્યું હતું. જેમાં ૩,૭૦૩ ઘરો
અને ૪,૦૯૫
પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. આ સાથે ૪,૯૨,૫૨૨ પાત્રોની
તપાસ કરવામાં આવી હતા. આ ઝુંબેશ દરમિયાન વિવિધ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, શાળા, આંગણવાડી, દુકાનો, બાંધકામ સ્થળો, ધામક સંસ્થાઓ
વગેરેની તપાસ કરવામાં આવી હતા. આવી કુલ ૧૧,૧૮૧
સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. જેમાંથી ૩૮૫ સ્થળોએ પોરા મળ્યા અને ૪૭
સંસ્થાઓને નોટિસ આપવામાં આવી. ખાસ કરીને,
૧૭ બાંધકામ સ્થળો , નવ હોટલો
અને આઠ ચાની કિટલીઓમાં મચ્છરોની સંખ્યા વધુ મળી આવતા આ એકમના સંચાલકોને નોટિસ
ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત,
૪૩૧ ખાડાઓમાં ઓઇલ બોમ્બ અને ડાયફ્લ્યુ બેન્ઝોઇનનો ઉપયોગ કરી પોરાનાશકની
કામગીરી કરવામાં આવી હતા. સંસ્થાઓને આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.૧૭ મેના
રોજ પણ આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ મેલેરિયા અધિકારી ડો.જિજ્ઞોશ અસારીએ જણાવ્યું
હતું.
કોર્પોરેશન વિસ્તારમાં સર્વે દરમિયાન ભર ઉનાળે ૩૫૦ ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા
દર વર્ષે ૧૬ મેના રોજ ઉજવાતા રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસના
અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં
વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ 'પાણીના પાત્રો
તપાસો, સાફ કરો
અને ઢાંકીને રાખા'હેઠળ
ડેન્ગ્યું નિવારણ માટેના ઉપાયો,
સારવાર અને નિદાન અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મનપાના ૨૫૦થી
વધુ આરોગ્ય કર્મચારીઓએ આઠ હજારથી વધુ ઘરોનો સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૩૫૦ ઘરોમાં
ડેન્ગ્યુંના મચ્છરોના પોરા મળી આવ્યા હતા.ખાસ કરીને ગ્રામ્ય અને છાપરા વિસ્તારોમાં
સર્વેલન્સને વધુ સઘન કરવામાં આવ્યું,
જ્યાં ૨૦ હજારથી વધુ પાણીના પાત્રોની તપાસ કરીને મચ્છરોના બ્રીડિંગ સ્થળો
નાબૂદ કરવામાં આવ્યા હતા. છાપરા વિસ્તારોમાં 'ડ્રાય ડે'ની ઉજવણી
કરીને પાણી ભરેલા પાત્રોને સાફ કરવામાં આવ્યા હતા.