માજી મંત્રીની કારોબારી બેઠકમાં હાજર રહેલા ધ્રાંગધ્રા યુનિટના સભ્યોને નોટિસ
- સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે
- નવા કાર્યકારી મહામંત્રીની વરણી બાદ પણ માજી મહામંત્રીએ ચાર્જ નહીં સોંપી કેટલાક સભ્યોને હોદ્દા ફાળવી દીધા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં નવા કાર્યકારી મહામંત્રીની વરણી બાદ પણ માજી મહામંત્રીએ ચાર્જ નહીં સોંપી કેટલાક સભ્યોને હોદ્દા ફાળવી દીધા હતા. જિલ્લા સંઘે આ મામલે કડક પગલા ભરી માજી મંત્રીની કારોબારી બેઠકમાં હાજર રહેલા ધ્રાંગધ્રા યુનિટના આઠ સભ્યોને નોટિસ પાઠવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ગત માર્ચ-૨૦૨૫માં યોજાયેજી મીટીંગમાં સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણા તા.૩૧-૧૦-૨૦૨૪ના રોજ નિવૃત્ત થતા નવા કાર્યકારી મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. પરંતુ માજી મહામંત્રી ગંભીરસિંહ બોરાણાએ હજુ સુધી સોંપ્યો નથી. તેમજ ચાર્જ સોંપવા માટે પણ નોટીસો આપવામાં આવી છે. ગંભીરસિંહ નિવૃત્ત થયા હોવા છતાં કારોબારી બેઠકમાં તેમના દ્વારા બોલાવવામાં આવેલા સભ્યો હાજર જોવા મળ્યા હતા અને અમુક સભ્યોને હોદ્દા પર ફાળવવામાં આવ્યા છે.
આમ ગેરકાયદેસર રીતે સંઘના હેતુઓ અને ઉદ્દેશ્યને નુકશાન થઈ રહ્યું છે તે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આકાશભાઈ પટેલ, મંત્રી બળદેવભાઈ ખટાણા, સુરેશભાઈ પટેલ, રણજીતસિંહ પરમાર, શૈલેષભાઈ કે. પટેલ, રાયચંદભાઈ આર. ગઢીયા, હસમુખભાઈ એન.મુલાડીયા, વશરામભાઈ દેદારીયાને લેખિત નોટિસ પાઠવી આગામી પાંચ દિવસમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને જવાબ આપવા જણાવાયુું છે. જો સમયમર્યાદામાં જવાબ નહીં આપે તો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બંધારણ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ નોટીસમાં જણાવાયું છે.