મચ્છરોના પોરા મળતાં જીએનએલયુને નોટિસ ઃ સેક્ટર-૬ના પેટ્રોલ પંપને દંડ
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કોર્પોરેશન તંત્રની સઘન ઝુંબેશ
તંત્રની ૧૦૨ કરતાં વધુ ટીમો દ્વારા ધાર્મિક, શૈક્ષણિક અને વાણિજ્ય સહિત ૩૯૬ એકમોમાં તપાસ કરવામાં આવી
ગાંધીનગરમાં વરસાદ બાદ હવે મચ્છરજન્ય રોગચાળો વધે નહીં તે
માટે તંત્ર દોડી રહ્યું છે જેના ભાગરૃપે આજે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ૧૦૨ ટીમો
દ્વારા મચ્છરજન્ય રોગચાળા સર્વેલન્સ અંતર્ગત વિવિધ વાણિજ્યિક એકમો, મંદિર, મસ્જીદ
ગુરુદ્વારા જેવા ધામક સ્થળો,
જાહેર ઉદ્યાનો તેમજ અગાઉના સર્વેમાં બાકી રહેલ શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વે
કરવામાં આવ્યો હતો.વિવિધ વાણિજ્યિક એકમો જેવા કે સેક્ટરના શોપિંગ સેન્ટર, મોલ, ફૂડ કોર્ટસ, પ્લાઝા, શાકભાજી
માર્કેટ જેવા ૨૬૭ વાણિજ્યિક એકમોનો સર્વે
કરવામાં આવ્યો હતો. જેમાં સેક્ટર ૬ના ઇન્ડીયન ઓઈલના પેટ્રોલ પમ્પ પર ટાયરોમાં તેમજ
છત પર બ્રીડીંગ મળી આવતા તેને રૃ. ૬૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત
સરગાસણની શ્લોકમ શરણમ બાંધકામ સાઈટને પણ રૃ. ૧૦૦૦નો દંડ આપવામાં આવ્યો હતો.
કુડાસણમાં આવેલી પોમોઝ પિત્ઝા,
કોટેશ્વરનું રેડીયન્ટ બ્યુટી સલુન,
વાવોલનું મીની માર્કેટ તેમજ બોસ્કી કોમ્પ્લેક્ષ પેથાપુરને પણ સંક્રમણ મળી આવવા
બદલ નોટીસ આપવામાં આવી હતી.અગાઉના શૈક્ષણિક સંસ્થાઓના સર્વે દરમિયાન બાકી રહેલ ૧૬
જેટલી સંસ્થાઓનો પણ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત નેશનલ લો
યુનિવર્સીટીના કેમ્પસમાં એડમીન બિલ્ડીંગ અને હોસ્ટેલ્સની અગાસી પર બ્રીડીંગ મળી
આવતા તેને પણ નોટીસ આપવામાં આવી હતી. સેક્ટરોમાં આવેલ ગાર્ડન, ગુડા ગાર્ડન્સ, સ્વણમ પાર્ક
સહિતના ૪૧ જેટલા ગાર્ડનમાં પણ મુખ્યત્વે પક્ષીકુંજ હટાવવાની તેમજ વરસાદના જમા
પાણીમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. પંચદેવ મંદિર, શનિદેવ મંદિર, સેક્ટર-૨૩ ચર્ચ, સેકટર ૩ જૈન
દેરાસર, સ્વામીનારાયણ
મંદિર જેવા કુલ ૭૨ ધામક સ્થળોની મુલાકાત કરી તેમાં પરીસમાં પણ પોરાનાશક કામગીરી
કરવામાં આવી હતી.