Get The App

પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
પાંચથી વધુ ઇ-મેમો નહીં ભરનાર ૫૨૬ ચાલકોના લાયસન્સ રદ કરવા નોટિસ 1 - image


પોલીસની સુચનાને પગલે મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી

આરટીઓએ વાહનમાલિકોને રૃબરૃ જવાબ આપવા બોલાવ્યા દંડ નહીં ભરે તો ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે

ગાંધીનગર :  ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને સીસીટીવી સર્વેલન્સથી નંબરપ્લેટના આધારે તેમના ઘરે ઇ-મેમો પહોંચતો કરવામાં આવે છે પરંતુ વાહનચાલકો આ ઇ-મેમોને ગંભીરતાથી લેતા નથી અને દંડની રકમ ભરતા નથી તેવી સ્થિતિમાં પોલીસે આરટીઓની મદદ લીધી છે.પાંચ કે તેથી વધુ ઇ.મેમા નહીં ભરનાર ૫૨૬ વાહન માલિકોને આરટીઓ દ્વારા ૧૦ દિવસમાં હજાર થવા ફરમાન કર્યું છે જેમના દ્વારા દંડ નહીં ભરાય તો તેમના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે.

નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા હેલ્મેટ, સીટબેલ્ટ, રફ ડ્રાઇવીંગ, નો પાર્કિંગ, હિટ એન્ડ રન, સ્ટોપ લાઇન ક્રોસીંગ મોબાઇલ સાથે ડ્રાઇવીંગ સહિતના વિવિધ ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોને આ સીસીટીવી સર્વેન્સના આધારે ઈ.મેમો તેમના ઘરે પહોંચતા કરવામાં આવે છે પરંતુ આ ઈ મેમા હજુ સુધી વાહન ચાલકોએ ગંભીરતાથી લીધા નથી જેના કારણે લાખો રૃપિયાનો ઈ મેમા વસૂલવાનું ગાંધીનગર પોલીસને હજુ બાકી છે આવી સ્થિતિમાં દંડની રકમ વસૂલ કરવા પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવનાર છે . આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, પાંચ કે તેથી વધુ ઈ મેમા જનરેટ થયા હોય તેમ છતાં જે તે વાહન માલિકે દંડની રકમ ભરી ન હોય તેવા વાહન માલિકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા સુધીના પગલાં લેવા પોલીસ દ્વારા આરટીઓને કહેવામાં આવ્યું હતું. પોલીસે પાંચ કે તેથી વધુ ઇ-મેમા નહીં ભરનાર વાહનોના નંબર સહિતની યાદી આરટીઓને આપી છે જેના આધારે આરટીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર એઆરટીઓ ડી.બી.વણકરે જણાવ્યું હતું કે, પાંચ કે તેથી વધુ ઇ-મેમો ન ભર્યો હોય તેવા ૫૨૬ વાહનના નંબરો સહિતની યાદીના આધારે આરટીઓએ આ વાહનોના માલિકોને નોટિસ આપી છે અને ૧૦ દિવસમાં આરટીઓ ઓફિસમાં રૃબરૃ હાજર થવા માટે સુચના આપી છે. એટલુ જ નહીં, જે વાહન માલિકો આ દસ દિવસ દરમ્યાન આરટીઓમાં હાજર નહીં રહે તો તેમના ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરવા સુધીના પગલા ભરવામાં આવશે. 

Tags :