Get The App

3 ભાડુઆતોને 24 કલાકમાં દુકાન ખાલી કરવા માટે નોટિસ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
3 ભાડુઆતોને 24 કલાકમાં દુકાન ખાલી કરવા માટે નોટિસ 1 - image


ધોળકા પાલિકા સંચાલિત જી.કે. હોસ્પિટલની ઇમારત જર્જરિત થતાં

જોખમી ઇમારતને ૨૪ કલાકમાં ઉતારી લેવામાં આવશે ઃ ભાડુઆત દુકાન ખાલી નહીં કરે તો કાર્યવાહી થશે

ધોળકા - ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુનિ. દવાખાનાની ઈમારત અંત્યત જર્જરિત અને જોખમી બનતા તેને સલામત રીતે ઉતારી લેવા અંગેની કાર્યવાહીના ભાગરૃપે દવાખાનાના મુખ્ય દરવાજા પાસે બહારના ભાગે નગરપાલિકાની માલીકીની ત્રણ દુકાનોના ભાડુઆતોને ૨૪ કલાકમાં ખાલી કરવા નોટીસ ફટકારવામાં આવી છે.

 

જી.કે.મ્યુ. હોસ્પિટની બહાર નગરપાલીકાની માલીકીની ત્રણ દુકાનોમાં ભાડુઆત રણછોડભાઈ ભગવાનદાસ પાંઉ, રાહિતભાઈ એસ સોની, સુમનભાઈ દુરગોવનભાઈ સોની અને કાંતિલાલ જેઠાભાઈ વાળંદને નોટિસ આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે હોસ્પિટલની મિલકત તથા દરવાજો, દરવાજાની અંદરનો ભાગ અને તેની નીચે આવેલી દુકાનો ર્જ્જરીત અને જોખમકારક હાલતમાં છે.

વરસાદના કારણે ગમે ત્યારે પડી જાય તેમ છે. તેના પગલે આજુબાજુની મિલકોને નુકસાન થવાની પુરેપુરી શક્યતા છે. જેથી સલામતીના કારણોસર ૨૪ કલાકમાં ઉતારી લેવાની તથા ઇમારતના અન્ય હિસ્સાને સુરક્ષિત કરવાની અત્યંત જરૃરિયાત જણાતા ઇમારત જાહેર હિતમાં તાત્કાલિક ઉતારી લઇ પાડી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 

જો તેમ કરવામાં ચુક કરશો તો મિલકત પડી જવાના કારણે કોઇને જાહાની કે માલ-મિલકતને નુકસાન થશે તો તે અંગેની સંપૂર્ણપણે જવાબદારી તમારી અંગત રહેશે. તેમજ ધોળકા પાલિકા તમારી સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ-૧૮૨ની જોગવાઇ મુજબ કાર્યવાહી કરશે. ઉપરાંત પાલિકા ફોજદારી રાહે કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે. જેની નોંધ લેવા જણાવ્યું .

 

મળતી માહિતી અનુસાર પાલિકા ચીફ ઓફસર પ્રાર્થના રાઠોડે ધોળકા શહેરમાં જર્જરિત અને જોખમી ઇમારતોને નગરપાલિકા સ્ટાફ દ્વારા સર્વે પણ કરાવી આવી ખાનગી માલિકોને પણ ગુજરાત નગરપાલિકા અધિનિયમની ૧૯૬૩ની કલમ ૧૮૨ અન્વયે આવી મિલકતોને સલામતી પૂર્વક ઉતારી લેવા સુરક્ષિત કરવા માટેની નોટિસો ફટકારવાની કામગીરી શરુ કરી છે.

 

સાવચેતીના પગલે દુકાનદારોને નોટિસ અપાઇઃ પાલિકા પ્રમુખ

પાલિકા પ્રમુખ અશોકભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે હોસ્પિટલની ઇમારતનું રિનોવેશન થયા બાદ દુકાનદારોને દુકાન પરત સોંપવામાં આવશે. દુકાનો જાહેર માર્ગ પર આવેલી છે અને તેની ઉપરનો હોસ્પિટલનો ભાગ જર્જરિત થયો હોવાથી જાનમાલને નુકસાન ન પહોંચે તે માટે સાવચેતીના ભાગરૃપે દુકાનદારોને દુકાન ખાલી કરાવામાં નોટિસ આપી છે. પ્રથમ તબક્કામાં હોસ્પિટલના બહારના ભાગનું ઝડપથી રિનોવેશન કર્યા બાદ અંદરના ભાગનું રિનોવેશન હાથ ધરાશે.

Tags :