Get The App

અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ, બાળકોને લઇને અપાઈ ખાસ સૂચના

Updated: Jan 6th, 2025

GS TEAM

Google News
Google News
Coldplay Concert

Coldplay Concert In Ahmedabad : અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીના રોજ યાજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા નોટિસ ફટકારીને કોન્સર્ટમાં જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા અને સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા બાળકોને ઈયરપ્લગ લગાડવામાં આવે તેને લઈને નોટિસ પાઠવવામાં આવી છે. 

કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને DCPUની નોટિસ

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ તે પહેલા આયોજકોને નોટિસ પાઠવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25-26 જાન્યુઆરીએ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોન્સર્ટ વખતે જાહેર મંચ પર બાળકોને ન બોલાવવા અંગે નોટિસમાં જણાવાયું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિભાગની આગાહી

જ્યારે કોન્સર્ટ દરમિયાન 120 ડેસિબલથી વધુનો અવાજ ઉત્પન્ન થતો હોવાથી બાળકો માટે આટલો અવાજ ઘોંઘાટરૂપ સાબિત થતા તેમના કાન અને મન પર અસર પહોંચે છે. જેને ધ્યાનમાં રાખીને DCPUએ નોટિસમાં બાળકોને ઈયરપ્લગ વગર સ્ટેડિયમમાં પ્રવેશ ન આપવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, અગાઉ પણ દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં આ મામલે કર્ણાટક સરકારે નોટિસ ફટકારી હતી.