Get The App

મોટી કડાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગુલ્લેબાજ 8 કર્મચારીઓને નોટિસ

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
મોટી કડાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગુલ્લેબાજ 8 કર્મચારીઓને નોટિસ 1 - image


- કર્મચારીઓ ગેરહાજર અને દવા પટાવાળો આપતો હતો

- જિલ્લા આરોગ્ય અધિકારીએ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા વિકાસ અધિકારીને મોકલ્યો, કર્મચારીઓ સામે કાર્યવાહી થશે

નસવાડી :  નકવાંટ તાલુકાના મોટી કડાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને દવા પટાવાળો આપતો હોવાના અહેવાલ પ્રસિધ્ધ થતાં જ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ ઊંઘમાંથી સફાળો જાગ્યો છે. આજે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસ હાથ ધરાતા તમામ આઠ કર્મચારીઓ ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે.

મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આઠ કર્મચારીઓ ફરજ બજાવે છે. કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે ગુરૂવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ લેતા કર્મચારીઓ ગેરહાજર હતા અનેં પટ્ટાવાળો દર્દીઓને દવા આપતો ઝડપાયો હતો. જેની તપાસ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આર સી એચ ઓ મુકેશભાઈ પટેલને સોંપતા તેઓએ તમામના જવાબ લેતા આઠ કર્મચારીઓ ફરજ દરમિયાન હાજર ના હતા અને પટ્ટાવાળો દવાખાનું ચલાવતો હતો તેનો ખુલાસો થતા તમામ કર્મચારીઓના જવાબો લેવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ ર્ જિલ્લા વિકાસ અધિકારીને મોકલી દેવામાં આવ્યો છે.  

ઇન્ચાર્જ  જિલ્લા આરોગ્ય અધિકારી ભરતભાઈ એમ ચૌહાણનું કહેવું છે કે મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ અન્ય કર્મચારીઓ મળીને આઠ જેટલા કર્મચારીઓ ના જવાબ લેવામાં આવ્યા છે. 

આ તમામ કર્મચારીઓ ગેરહાજર હતા તેવો ખુલાસો થયો છે. જિલ્લા વિકાસ અધિકારીની સૂચના પ્રમાણે ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Tags :