સુરતમાં આગામી દિવસોમાં ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સ્થાયી અધ્યક્ષ દ્વારા નોંધ મૂકવામાં આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરતમાં દર ચોમાસામાં ખાડી પૂર આવે છે તેમાં પણ જિલ્લામાં પડેલા ભારે વરસાદના દરમિયાન સુરતમાં વરસાદ ન હોય તો પણ સુરતે ભુતકાળમાં ખાડી પુરનો સામનો કર્યો છે. હવે સુરતને ખાડી પૂરથી બચાવવા માટે શાસકોએ મીઠી ખાડી ડાઈવર્ટ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના માટે આગામી દિવસોમાં ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા સ્થાયી અધ્યક્ષ દ્વારા નોંધ મૂકવામાં આવી છે.
સુરતમાં આવતા ખાડી પૂરથી લાખો લોકો અસરગ્રસ્ત થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. જેના કારણે હવે મીઠી ખાડી ડાયવર્ટ કરવા માટે ગંભીર રીતે વિચારણા થઈ રહી છે ખાડી ડાઈવર્ટ માટે સ્થાયી અધ્યક્ષે નોંધ મૂકી છે. તે અંગે વધુ માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, સુરતમાંથી પસાર થતી મીઠી ખાડીની લંબાઈ વધુ છે અને તેના કારણે સુરત શહેરમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ વધતા દર વર્ષે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. જેના કારણે મીઠી ખાડીને શહેરની હદમાં કે શહેર બહારથી તાપી નદી કે અન્ય જળ સ્ત્રોતમાં ડાયવર્ટ કરવા માટે ડીપીઆર બનાવી આગળની કામગીરી કરવા માટે નોંધ મુકવામાં આવી છે જેના આધારે આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે.
જ્યાંથી ખાડી નીકળે છે ત્યાંથી બહાર આઉટર રીંગરોડ તરફ ડાયવર્ટ કરવા માટેની વિચારણા હાલ કરાઈ છે. આ નિર્ણયના ભાગરૂપે, રાજન પટેલે તાકીદે જરૂરી પગલાં લેવા સૂચન આપ્યું છે. તાજેતરમાં શહેરમાં ખાડી પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ યોજના લાંબાગાળાના ઉકેલ આવે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટ હેઠળ મીઠી ખાડીના ડાયવર્ઝન સાથે અન્ય ખાડીની સમસ્યાઓનો પણ અભ્યાસ કરવામાં આવશે.









