Get The App

2022ની ચૂંટણીમાં કોઇને હરાવવા નહી 182 બેઠકો જીતવા ઉતરવાનું છેઃ ભુપેન્દ્ર પટેલ

સુરતમાં રીવરફ્રન્ટ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે સરકાર સાથે ઉભી છે

Updated: Nov 24th, 2021

GS TEAM

Google News
Google News

2022ની ચૂંટણીમાં કોઇને હરાવવા નહી 182 બેઠકો જીતવા ઉતરવાનું છેઃ ભુપેન્દ્ર પટેલ 1 - image

મુખ્યમંત્રી ગદગદ થઇ ગયા કહ્યું, સુરતની પ્રજાએ મુખ્યમંત્રી તરીકે મારો વટ પાડી દીધો, ગાંધીનગર આવો હું તમારો વટ પાડી દઇશ

સુરત,

૨૦૨૨ની ચૂંટણીંમાં કોઇને હરાવવા નહી પણ તમામ 182 બેઠકો જીતવા માટે ઉતરવાનું છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્નેહમિલનમાં જણાવ્યું હતું. ભાજપના સૌથી મોટા સ્નેહમિલનમાં ગદગદ થઇ તેમણે કહ્યું હતું કે, સુરતની પ્રજાએ આજે મુખ્યમંત્રી તરીકે મારો વટ પાડી દીધો છે તમે ગાંધીનગર આવો તમારો વટ પાડી દઇશ.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતના સ્નેહ મિલન સમારોહમાં જણાવ્યું હતું કે, આપણેકોઈને હરાવા માટે નથી જવાનું પરંતુ આપણે જીતવા માટે જન્મ લીધો છે તેથી આપણે કોઈને હરાવવાનું નથી પરંતુ 182તમામ સીટ આપણે જીતવાની વાત છે. આ માટે પેજ પ્રમુખ, કમિટિ, બુથ સમિતિ, મંડળ સમિતિ બધી જ યોજનાઓ દરેકે સારી રીતે બનાવી છે અને દરેક કાર્યકર્તા સક્રિય રીતે ભાગ ભજવી રહ્યો છે. આ જોતાં આપણને જે રિઝલ્ટ જોઈએ તે 2022માં આપણને મળવાનું છે.

આજે સુરતના કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી તરીકે મારો વટ પાડી દીધો છે, હું સૌનો આભારી રહીશ અન ે અમારા પર નેતાગારીએ જે વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસ સૌ કાર્યકરોને સાથે રાખીને પુરો કરીશું.  તમારી જેમ ઘણી વખત હું પણ સામે આવી રીતે બેઠો છું અને એ બેઠા પછી આજે તમારી સામે બેસવાનો મારો વારો આવ્યો છે.  હું જયાં  જ્યાં જાવ છું ત્યા  કાર્યકર્તાઓ એટલે ખુશ છે કે મારો જેમ નંબર લાગ્યો  તેમ તમારો પણ  કોઈક દિવસ તમારો નંબર લાગી શકે છે પણ અના માટે આપણે સૌએ જે જવાબદારી આપી હોય તે જવાબદારી નિષ્ઠાથી નિભાવવી પડશે. 

સુરતમાં રિવર ફ્રન્ટનું નવું ડેવલપમેન્ટનું આયોજન થયું છે તેમાં સરકાર સાથે ઉભી છે. આ કામમાં જેટલી ઝડપ તમે કરશો તેટલી ઝડપ અમે કરીશું. આ શહેરને સુંદર બનાવવા માટે તમારો જે પ્રયાસ હશે તેમાં સરકાર તરીકે હું અને મારી ટીમ તમારી સાથે ઉભા છે,ખુબ સારી રીતે કામ કરીશું. અમારા સુધી પહોંચવા માટે અમે તમારો રસ્તો ક્લીયર કરી દીધો છે સોમવારે અને મંગળવારે તમે સીધા અમારી સુધી પહોંચી શકો છે. તમે જેમ અહીયા મારો વટ પાડી દીધો તેમ અમારી ઓફિસમાં આવશો ત્યારે તમારો વટ પાડ

સ્વચ્છતામાં સુરતને બીજા ક્રમ બદલ અભિનંદ આપ્યા

સુરત શહેર  સ્વચ્છતામાં ભારતમાં બીજા ક્રમે આવ્યો છે તેના માટે સુરતની પ્રજા, કાર્યકર્તાઓ સાથે સુરત પાલિકાના સફાઈ કર્મચારી, મ્યુનિ. કમિશ્નરની ટીમ અન અમારા પદાધીકારીઓની ટીમને અભિનંદન. વડાં પ્રધાન જે પ્રમામે કોરોનામાં પ્રજાજનોએ સૌના સાથ. સૌનો વિકાસ, સૌ નો વિશ્વાસ અને સૌનો પ્રયાસના માધ્યમથી જે પ્રમાણે કામગીરી કરી તેથી આજે ભારત દેશ કોરોનામાંથી ધીમે ધીમે બહાર નિકળી રહ્યો છે.અન્ય દેશોની સ્થિતિ પણ આપણે જોઈ રહ્યાં છે તેથી પ્રજાના સહકાર વિના આપણે કેટલાક કાર્યો કરી શકતાં નથી. ી દઈશું.

નાના-મોટા હોદ્દા માટે મોટી ખટાશ ઉભી હોય તેનો લાભ બીજો નહી લઇ જાય તેનુ સતત ધ્યાન રાખવાનું છે

ઈલેક્શન વર્ષ આવે એટલે આપણામાં નાના મોટા હોદ્દા માટે નાની મોટી ખટાશ ઉભી હોય તેનો લાભ બીજો નહીં લઈ જાય તેનું આપણે સતત ધ્યાન રાખવાનું છે. જયારે ઈલેક્શનનું વર્ષ હોય ત્યારે જ આવું બધી થઈ શકે છે ખભે હાથ મુકવા વાળા ત્યારે જ મળે છે બાકી કોઈ દેખાશે નહીં તે આપણે સૌએ કોરોના  કાળમાં જોયું છે. કોરોના કાળમાં પરિવારના સભ્યોએ છાડી દીધા હોય તેવા લોકોને ભાજપના કાર્યકર્તાઓએ પ્રજાની વચ્ચે રહી તેમની સેવા કરી છે તેનું આ પરિણામ આ છે કે તમામ ચુટણીઓમાં ભાજપનો વિજય થઈ રહ્યો છે. 

Tags :