Get The App

ઉત્તર ગુજરાતમાં ગત વર્ષ કરતાં 17 ટકા વધુ વરસાદ, મહેસાણા જિલ્લામાં સૌથી વધુ, આ જિલ્લામાં સૌથી ઓછો

Updated: Oct 3rd, 2024

GS TEAM


Google News
Google News
ઉત્તર ગુજરાતમાં ગત વર્ષ કરતાં 17 ટકા વધુ વરસાદ, મહેસાણા જિલ્લામાં સૌથી વધુ, આ જિલ્લામાં સૌથી ઓછો 1 - image


North Gujarat Season Rain : હવામાન વિભાગે નૈઋત્યના ચોમાસાની સત્તાવાર રીતે સમાપ્તિ જાહેર કરી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભયંકર બફારો, ગરમી અને ક્યારેક દેખાતા કાળાં ડીબાંગ વાદળોના કારણે વરસાદ વરસવાની દહેશત છે છતાં ચોમાસુ વિધિવત રીતે વિદાય થયું છે.

ત્યારે ઉત્તર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 17 ટકા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં સર્વાધિક 133 ટકા જ્યારે વાવેતરની દ્રષ્ટીએ સૌથી મોટો વિસ્તાર ગણાતા બનાસકાંઠામાં જિલ્લામાં સૌથી ઓછો સિઝનનો 99.90 ટકા વરસાદ વરસ્યો છે.

ચાલુ વર્ષે જુલાઈ મહિનાથી ચોમાસાની શરૃઆત થઈ અને કેટલાક દિવસો દરમિયાન મેઘરાજાની તોફાની બેટીંગથી રાજ્ય સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો વારંવાર જળબંબોળ બની ગયા હતા. એક તબક્કે ઉત્તર ગુજરાતમાં વરસાદની ખેંચ વર્તાશે તેવી સંભાવના હતી. પરંતુ બે વખત વરસાદની 3 અને 4 સિસ્ટમો એક સાથે સક્રીય થયા પછી સમગ્ર ઉત્તર ગુજરાત જળબંબોળ બની ગયો હતો અને હવે હવામાન વિભાગે ગત સોમવારથી નૈઋત્ય ચોમાસાની સમાપ્તિની જાહેરાત કરી છે. 

ઉત્તર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 17 ટકા વધુ વરસાદ વરસતાં જળાશયો તેમજ ભૂગર્ભ જળને 5ણ મહત્તમ ફાયદો થયાનું અનુમાન છે. સારા વરસાદના કારણે ખેડૂતોને આગામી 2 સીઝન માટે સિંચાઈનાં પાણી પણ ઉપલબ્ધ થઈ શકે છે.

ઉત્તર ગુજરાતમાં 4 વર્ષ દરમિયાન વરસાદની ટકાવારી

જિલ્લો
વર્ષ-2024
વર્ષ-2023
વર્ષ-2022
વર્ષ-2021
સાબરકાંઠા
114.47
100.39
126.32
70.76
અરવલ્લી
112.63
94.81
101.88
62.54
મહેસાણા
132.63
92.40
114.55
77.34
પાટણ
113.60
92.47
122.46
75.59
બનાસકાંઠા
99.90
108.29
143.10
70.52


Tags :