વડોદરા શહેર જીલ્લામાં કમોસમી વરસાદ: ખેતીને નુકશાન, ઠંડી વધશે
વડોદરા, તા. 18 નવેમ્બર 2021 ગુરૂવાર
વડોદરામાં ભર શિયાળે માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની શક્યતા છે. તો કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે.
વડોદરા શહેર સહિત જિલ્લામાં ભરશિયાળે કમોસમી વરસાદથી ચિંતા વધી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા માવઠાથી ખેતરમાં તૈયાર થયેલ પાક નિષ્ફળ જવાનો ભય છે.
એક તરફ ચોમાસું પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો છે. તો બીજી તરફ શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે. ત્યારે માવઠાથી ખેડૂતો મુસીબત વધી ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રામાં લો પ્રેશ સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે વડોદરા સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદના કારણે એરંડા, જીરું, કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાનની શક્યતા છે. તો કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે.