નારોલમાં તું નીકલ કહીને તલવારના ઘા મારતા યુવક લોહી લુહાણ
અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલાના વધી રહેલા બનાવો
નારોલ પોલીસ ત્રણ લોકો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
અમદાવાદ, સોમવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. નારોલમાં યુવક જમવાનું લેવા ગયો ત્યારે પરિચીત ત્રણ શખ્સો કારમાં બેઠેલા હતા. યુવકે તેમને કયા હુંઆ પૂછતા આરોપીઓએ તું નીકલ કહીને ગાળો બોલીને નીચે પાડીને તલવાર તથા દંડાથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. માથામાં તલવારના ઘા મારતાં ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયોે હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જમવાનું લેવા જતો ગયેલા યુવકને કારમાં બેઠેલા શખ્સોએ નીચે પાડી તલવાર દંડાથી હુમલો કર્યો ઃ નારોલ પોલીસ ત્રણ લોકો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
નારોલમાં રહેતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે યુવક ટુ-વ્હીલર લઇને જમવાનું લેવા ગય હતો. ત્યારે હાઇફાઇ ચાર રસ્તા પાસે પાન પાર્લર નજીક કારમાં આરોપીઓ બેઠેલા હતા
તેમને જોઇને કયા હુંઆ પૂછતા આરોપીઓએ તું નીકલ કહીને ગાળો બોલીને નીચે પાડીને તલવાર તથા દંડાથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. માથામાં તલવારના ઘા મારતાં ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયોે હતો. આ ઘટના અંગે નારોલ પોલીસે ગુનો નોેંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.