Gujarat

ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય

By GS TEAM
25 Nov 20251 min read
ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા  સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય

    અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025

અમદાવાદના ખોખરા વિસ્તારમા આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી એક પછી એક નવા વિવાદ સામે આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ત્રણ વખત સંચાલકોને નોટિસ અપાયા પછી પણ નોટિસનો કોઈ જવાબ અપાયો નથી. આ બાબતની ગંભીરતાને ધ્યાનમા લઈ સ્કૂલ પાસેથી પ્લોટ પરત લેવા ટાઉન પ્લાનિંગ કમિટીમાં નિર્ણય લેવામા આવ્યો છે.કોમ્પિટીવ ઓથોરીટી પ્રોસીજર અંતર્ગત સંચાલકોને પ્લોટ પરત કરવા લીગલ નોટિસ આપશે.

ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક પછી ચેરમેન પ્રિતિશ મહેતાએ કહયુ, એસ્ટેટ વિભાગ તરફથી સંચાલકોને વખતોવખત ત્રણ નોટિસ વિવિધ મુદ્દાઓને લઈ આપવામા આવી હતી.એક પણ નોટિસનો જવાબ હજુ સુધી આપવામા આવ્યો નથી. આ કારણથી ગુજરાત પબ્લિક પ્રિમાઈસીસ એકટની જોગવાઈ મુજબ કોમ્પિટીવ ઓથોરીટી સમક્ષ કોર્પોરેશન તરફથી શાળાના સંચાલકો પાસેથી પ્લોટનો કબજો પરત મેળવવા કાર્યવાહી શરૃ કરવામા આવી છે.કોર્પોરેશનના લીગલ વિભાગ દ્વારા સંકલન કરી એક સપ્તાહમાં સંચાલકોને પ્લોટ ખાલી કરવા નોટિસ અપાશે.