Gujarat

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ

By GS TEAM
29 Dec 20251 min read
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને   ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ

 વડોદરા,થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને ફતેગંજ વિસ્તારમાં રોડ પર નો  પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ભારદારી વાહનો પણ આ વિસ્તારમાંથી જઇ શકશે નહીં.

થર્ટી ફર્સ્ટની ઉજવણી અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ, નરહરિ સર્કલ, સદર બજાર રોડ,જૂના વુડા સર્કલ, નરહરિ સર્કલ, કમાટીબાગ મિડલ ગેટ,કાલાઘોડા સર્કલ સુધી રોડની બંને બાજુ તેમજ અટલ બ્રિજ, અકોટા દાંડિયાબજાર બ્રિજ, ફતેગંજ બ્રિજ પર તમામ પ્રકારના વાહનો માટે નો  પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેનો અમલ ૩૧ મી ડિસેમ્બર સાંજના છ વાગ્યાથી જરૃરિયાત મુજબ અમલમાં રહેશે.

નરહરિ સર્કલથી સદર બજારરોડ તરફના બંને તરફના રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. ફતેગંજ સર્કલથી કાલાઘોડા,ફતેગંજ બ્રિજ થી જૂના વુડા સર્કલ, યોગા સર્કલથી અકોટા બ્રિજ ચાર રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ તથા લાલબાગ બ્રિજ તરફ જતા તમામ રોડ પર ભારદારી વાહનો અને એસ.ટી.બસ જઇ શકશે નહીં