Gujarat

ભગવાન નરસિંહજીના વરઘોડાને અનુલક્ષીને નો પાર્કિંગ

By GS TEAM
3 Nov 20251 min read
ભગવાન નરસિંહજીના વરઘોડાને અનુલક્ષીને નો પાર્કિંગ

વડોદરા,આગામી બુધવારે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળવાનો હોઇ તેને અનુલક્ષીને પોલીસ  દ્વારા નો  પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ભગવાન નરસિંહજીના વરઘોડાને અનુલક્ષીને લહેરીપુરા દરવાજા, માંડવી બેંક રોડ, ચાંપાનેર દરવાજા, કુંભારવાડા  પોલીસ સ્ટેશન થઇ તુલસીવાડી મંદિર સુધી રોડની બંને તરફ તમામ  પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેનો અમલ પાંચમી તારીખે બપોરના દોઢ વાગ્યાથી  છઠ્ઠી તારીખના સવારના પાંચ વાગ્યા સુધી રહેશે.

જ્યારે વરઘોડાના રૃટ તરફ આવતા  રોડ પરના ટ્રાફિકને પણ આ સમય દરિયાન ડાયવર્ટ કરવામાં આવ્યો છે.