વડોદરાના છાણી અને આજવા રાત્રિ બજારમાં દુકાનો ભાડે લેવા કોઈ તૈયાર નથી : દુકાનો ભાડે આપવા ફરી જાહેરાત
Vadodara : વડોદરા શહેરના ઉત્તર છેવાડે છાણી ગામના પ્રવેશ દ્વાર નજીક બનાવવામાં આવેલી ફુડ શોપ અને રાત્રી બજારની દુકાન છેલ્લા કેટલાય સમયથી ખાલી પડી છે. આ દુકાનો અંગે પાલિકા તંત્ર દ્વારા વારંવાર જાહેરાતો આપવા છતાં કોઈ ભાડુઆત દુકાન ભાડે લેવા તૈયાર થતા નથી.
શહેરના ઉત્તર છેવાડે છાણી ગામના પ્રવેશદ્વાર પાસે બનાવવામાં આવેલી 10 અને સયાજીપુરા આજવા રોડ બાયપાસ ખાતે રાત્રી બજારની 18 દુકાનો ત્રણ વર્ષની મુદત માટે જાહેર હરાજીથી આપવાની છે. આ અંગેની વધુ વિગત જમીન મિલકત શાખા કોમર્શિયલ ખાતેથી કામકાજના દિવસો દરમિયાન મળી શકશે. છાણીની દુકાનો માટે પ્રત્યેક દુકાનની ડિપોઝિટની રકમ 84 હજાર અને રાત્રી બજારની પ્રત્યેક દુકાન માટે ડિપોઝિટની રકમ રૂપિયા 1 લાખ રાખવામાં આવી છે. અરજી પત્રકો પાલીતાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને ભર્યા બાદ આગામી તા.25 મે સુધીમાં પાલિકાની કચેરીએ જમા કરાવવાના રહેશે. આ અંગેની વધુ વિગત જમીન મિલકત શાખા વડોદરા મહાનગરપાલિકા ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ રાજમહેલ રોડ ખાતેથી મળી શકશે.