Get The App

અસારવામાં આવેલા પૂંઠાના ગોડાઉનમાં આગ

કોઈ ઈજા કે જાનહાની નહીં

Updated: Nov 24th, 2022

GS TEAM


Google News
Google News

       અસારવામાં આવેલા પૂંઠાના ગોડાઉનમાં આગ 1 - image

 અમદાવાદ,ગુરુવાર, 24 નવેમ્બર,2022

શહેરના અસારવા વિસ્તારમા રેલવે ફાટક પાસે આવેલી વડવાળી ચાલી નજીકમા આવેલા પૂંઠાના ગોડાઉનમા ગુરુવારે રાતના ૮.૩૦ના સુમારે આગ લાગતા ફાયર વિભાગે નવ જેટલા વાહનોની મદદથી આગને કાબૂમા લીધી હતી.પ્લાસ્ટીક અને કાગળ સહિતના વેસ્ટ મટીરીયલ રાખવાના ગોડાઉનમા જયા આગ લાગી હતી એની નજીકમા રહેણાંક આવેલા હોવાથી આગને હોલવવા ભારે સતર્કતા રાખવી પડી હતી.આગ લાગવાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યુ નથી.આ ઘટનામા કોઈને ઈજા કે જાનહાની થવા પામી ના હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Tags :