Get The App

નવરાત્રિને અનુલક્ષીને ભારદારી વાહનો માટે મોડીરાત સુધી શહેરમાં નો એન્ટ્રી

એસ.ટી. બસ માટે વૈકલ્પિક રૃટ જાહેર કરાયો : સિટિ બસ માટે પણ અમુક માર્ગ બંધ

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિને અનુલક્ષીને   ભારદારી વાહનો માટે મોડીરાત સુધી શહેરમાં નો એન્ટ્રી 1 - image

વડોદરા,નવરાત્રિ દરમિયાન રાતે શહેરના માર્ગો પર વાહન અકસ્માત ના થાય તે માટે ભારદારી વાહનો માટે રાતે શહેરમાં  પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

શહેરમાં ભારદારી વાહનો  જેવાકે, ટ્રક, ટેન્કર, ટ્રેલર, છ કે તેથી વધુ પૈંડાના વાહનો તથા લક્ઝરી બસ માટે સવારના ૭ થી બપોરના એક તથા સાંજના ૪ થી રાતના ૭ વાગ્યા સુધી પ્રવેશબંધી અમલમાં છે. પોલીસ કમિશનર દ્વારા આ  પ્રવેશબંધીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી ૨૨ મી તારીખથી ૧ લી ઓક્ટોબર સુધી ભારદારી વાહનો સાંજના ૪ થી મોડીરાતના બે વાગ્યા સુધી કે જ્યાં સુધી નવરાત્રિ મહોત્સવ પૂર્ણ ના થાય ત્યાં સુધી શહેરમાં પ્રવેશી શકશે નહીં. જ્યારે એસ.ટી. બસો માટે વૈકલ્પિક રૃટ જાહેર કરવામાં આવ્યો છે. સિટિ બસ  રાતના આઠ વાગ્યા પછી નવરાત્રિ મહોત્સવ પૂર્ણ ના  થાય ત્યાં સુધી રાવપુરા રોડ, માંડવી દરવાજા, નાની શાક માર્કેટવાળા રોડનો ઉપયોગ કરી શકશે નહીં.

Tags :