Get The App

198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં 1 - image


- ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનોખી સ્થિતિ

- જનરલ નહીં મોટાભાગની આદિવાસી અને અનુસૂચિત જાતિ માટે અનામતના કારણે પરિસ્થિતિનું અનુમાન

નડિયાદ : ખેડા જિલ્લામાં તા. ૨૨ જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નોંધપાત્ર સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની ૧૯૮ ગ્રામ પંચાયતોમાં ૨૮૬ સભ્યોની બેઠકો અને એક સરપંચની બેઠક માટે એક પણ ઉમેદવારી નોંધાઈ નથી. આ બેઠકોમાં મોટાભાગની આદિવાસી અને અનુસૂચિત જાતિ માટે અનામત છે.

નડિયાદ તાલુકામાં ૨૦ પંચાયતની ૨૪ બેઠકો, માતર તાલુકામાં ૧૭ પંચાયતની ૨૫ બેઠકો અને ખેડા તાલુકામાં ૧૬ પંચાયતની ૨૯ બેઠકો ખાલી રહી છે. મહેમદાવાદ તાલુકામાં ૨૪ પંચાયતની ૩૦ બેઠકો અને મહુધા તાલુકામાં ૧૬ પંચાયતની ૨૯ બેઠકો પર કોઈ ઉમેદવારી નથી. કઠલાલ તાલુકામાં ૧૭ પંચાયતની ૨૧ બેઠકોમાં કોઈ ઉમેદવારી નથી. કપડવંજ તાલુકામાં સૌથી વધુ ૩૬ પંચાયતની ૪૫ સભ્ય બેઠકો અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નથી. ઠાસરા તાલુકામાં ૨૮ પંચાયતની ૪૫ બેઠકો, ગળતેશ્વર તાલુકામાં ૧૩ પંચાયતની ૨૧ બેઠકો અને વસો તાલુકામાં ૧૪ પંચાયતની ૧૭ બેઠકો ખાલી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો સરકાર આ અનામત બેઠકોને જનરલ કરે તો ઉમેદવારો મળી શકે છે. સરકારે પંચાયતોને સીધી ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લીધા બાદ સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારોનો ઉત્સાહ વધ્યો છે. આ વખતે ખાલી રહેલી બેઠકો માટે યોગ્ય ઉમેદવારો ન મળવા અથવા સ્થાનિક લોકોમાં રાજકીય રસ ન હોવાના કારણો સામે આવ્યાં છે.

Tags :