Get The App

મહિને કરોડોના વ્યવહાર છતાં આઝાદીના 77 વર્ષ બાદ પણ ગુજરાતના કડછમાં હજુ સુધી બેન્કની સુવિધા નથી

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
મહિને કરોડોના વ્યવહાર છતાં આઝાદીના 77 વર્ષ બાદ પણ ગુજરાતના કડછમાં હજુ સુધી બેન્કની સુવિધા નથી 1 - image
File Photo

Gujarat News: પોરબંદરના ઘેડ વિસ્તારમાં આઠ હજારની વસ્તી ધરાવતા કડછ ગામમાં હજારો ખાતેદારો, પશુપાલનના ધમધમતા વ્યવસાયથી મહિને કરોડોની થતી આવક છતાં પણ ખાટલે મોટી ખોટ છે કે અહીં બેન્કની સુવિધા જ નથી. ગામના લોકો ફિક્સ ડિપોઝીટ, પાક ધિરાણલોન સહિતની આર્થિક લેવડદેવડ મોટા પાયે કરે છે. પરંતુ બેન્ક ન હોવાને કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે. આ સ્થિતિમાં બેન્કની સુવિધા પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હથિયાર લાઈસન્સનો ધૂમ વેપલો; મંત્રીપુત્ર, રાજકારણી-કલાકારોને લીધે બોગસ હથિયારોની તપાસ ખોરંભે

બેન્કના કામકાજ માટે માધવપુરનો ધક્કો

ગામમાં ખેતીની જમીનનો વિસ્તાર મોટો છે. રેવન્યૂ રેકર્ડ પર ગામમાં 3 થી 4 હજાર ખેડૂત ખાતેદારોની સંખ્યા છે. ગામમાં 15થી વધુ દૂધની ડેરી હોવાથી પશુપાલકોને બેન્ક મારફત દર મહિને એક કરોડથી વઘુ રકમની આર્થિક લેવડ-દેવડ કરે છે. તેમ મોટા પાયે ચણાનું વાવેતર થતાં વેપારી પેઢીઓ નાણાંકીય વર્ષ દરમિયાન 100 કરોડથી વધારે રકમનું ટર્નઓવર કરે છે. તેમ છતાં કઠણાઈ એ છે કે, બેન્કિંગને લગતી મોટાપાયે લેતી દેતી હોવા છતાં ગામમાં એકપણ બેન્ક શાખા નથી. જેથી ગ્રામજનોએ બેન્કના કામકાજ માટે 10 થી 15 કિલોમીટર દૂર જવું પડે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા સહિત ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

ચોમાસામાં અહીં પાણી ભરાઈ જવાને કારણે બેન્કના વહીવટ માટે માધવપુર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ વિદ્યાર્થીઓને પણ બેન્કમાં જવા થતી સ્કોલરશીપ સહિતની સરકારી સહાય માટે પણ ગામમાં બેન્કની વ્યવસ્થા અભાવે હેરાનગતિ ભોગવવી પડે છે. કડછ ગામને બેન્કની સુવિધા મળી રહે તે માટે ગામના સરપંચ સહિતના પદાધિકારીઓએ RBIને આવેદનપત્ર પાઠવ્યું છે.

Tags :