Gujarat

ના. મામલતદાર બાદ તેમના ડ્રાઇવરને ભૂમાફિયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી

By GS TEAM
28 Dec 20251 min read
ના. મામલતદાર બાદ તેમના ડ્રાઇવરને ભૂમાફિયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી

- ચોટીલા તાલુકામાં ભૂમાફિયાઓનો આતંક, એક સામે ફરિયાદ 

- કચેરીની સામે હોટલ પર બેસીની શખ્સો અધિકારીઓને રેકી કરીને ખનીજ માફિયાઓ સુધી વિગતો પહોંચાડતા હતા 

સુરેન્દ્રનગર : ચોટીલામાં ભૂમાફિયાઓ બેફામ બન્યાં છે. જેમાં નાયબ મામલતદાર બાદ તેમના ડ્રાઇવરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. 

ચોટીલા નાયબ મામલતદાર સહિતની ટીમ ખનીજના ગેરકાયદે ખનન અને વહન સામે કાર્યવાહી કરી રહી છે. જે દરમિયાન મામલતદાર કચેરી સામે આવેલી હોટલમાં બેસીને કેટલાક ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓની રેકી કરવામાં આવી હતી. તેમજ વોટ્સએપ ગુ્રપમાં તેમની હિલચાલ અંગેના સંદેશો કરવામાં આવ્યા હતા. આ મામલે નાયબ મામલતદારે પાંચ ખનિજ માફિયાઓ સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ ગુનો નોંધાયા બાદ ભૂમાફિયાઓ ઉશ્કેરાયા હતા. 

જેમાં નાયબ મામલતદારને ધમકી આપનાર લાલભાઇ ઉર્ફે પ્રતાપ બોરીચાએ નાયબ મામલતદારના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દર્શન દવેનો ટેલફિોનિક સંપર્ક કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડ્રાઇવર દર્શનભાઇ દવે દ્વારા ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધમકી આપનાર શખ્સ સામે વધુ એક ગુનો નોંધાયો છે.