Get The App

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર

આર્થિક સંકડામણનું કારણ આપી ૨૦ દિવસના જામીન માગ્યા હતા

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા : માંજલપુર વિસ્તારમાં અવધુત ફાટક પાસે ફુટપાથ પર સુઇ રહેલા પરિવાર પર કાર ચડાવી દઇ ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા કાચ ચાલક નીતીન ઝાએ આર્થિક સંકડાણનું કારણ જણાવી ૨૦ દિવસના જામીન માંગતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, જામીન માટે કોઈ યોગ્ય કારણ જણાતું નથી.

કેસની વિગત એવી છે કે, તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રે ફરિયાદી જગદીશભાઇ મારવાડી અને તેમનો પરિવાર માંજલપુર અવધુત ફાટક પાસે ફૂટપાથ પર સૂતો હતો. તે સમયે નશાની હાલતમાં કાર હંકારી રહેલા નીતીન ઝાએ ફૂટપાથ પર કાર ચડાવી દેતા ૪ વર્ષના નિર્દોષ બાળકનું મોત થયું હતું અને અન્ય ચાર વ્યક્તિને ઇંજાઓ પહોંચી હતી. આ ઘટના સંદર્ભે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

હાલ જેલમાં રહેલા આરોપી નીતીન ઝાએ ૨૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, તે ઘરનો એકમાત્ર કમાનાર સભ્ય છે અને પરિવારની આર્થિક સ્થિતિ  અત્યંત નબળી હોવાથી નાણાકીય વ્યવસ્થા કરવા માટે તેને જામીન આપવામાં આવે. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી દ્વારા કરવામાં આવેલી આર્થિક સંકડામણની દલીલો પાયાવિહોણી છે.

રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇએ પણ અરજદારના પિતા અને પત્નીના નિવેદન લીધા હતા તેનો રિપોર્ટ રજૂ કયા ર્ેહતો જેમાં આરોપીના પિતા  પ્લાસ્ટિક મોલ્ડિંગની ફેક્ટરી ધરાવતા હોવાનું અને પત્ની એચ.આર. મેનેજર તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. આમ, પરિવાર આથક રીતે સક્ષમ હોવાનું જણાયું હતુ તો અરજદાર ે આરોપી ઘરનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હોવાની વાત ખોટી હોવાનું જણાયું હતું. ન્યાયાધીશે બન્ને પક્ષની દલી  અને પુરાવાને ધ્યાન લઇ અરજદાર નીતીનની અરજી નાંજૂર કરી હતી.