વડોદરાની નિશિતાએ 15 વર્ષમાં 51600 વિદ્યાર્થિનીઓની 5.92 કરોડ ફી ભરી,ચેક થી જ વ્યવહાર
વડોદરાઃ વડોદરાની નિશિતા રાજપૂત નામની યુવતીએ ગરીબ વિદ્યાર્થિનીઓ માટે શિક્ષણમાં સહાય માટે ૧૫મા વર્ષે અભિયાન ચાલુ રાખી આજે કમાટીબાગ ખાતે ૧૫૧ વિદ્યાર્થિનીઓને ફી ના ચેક,ઉપરાંત સ્કૂલબેગ અને વોટરબેગ આપ્યા હતા.
યુવાન વયે અનેક એવોર્ડ મેળવનાર નિશિતાએ વર્ષ-૨૦૧૧માં ગરીબ વિદ્યાર્થિનીઓને શિક્ષણમાં સહાય માટે અભિયાન શરૃ કર્યું હતું.અત્યાર સુધીમાં તેણે સ્કૂલ અને કોલેજની ૫૧૬૦૦ વિદ્યાર્થિનીઓની કુલ રૃ.૫.૯૨ કરોડ ફી ભરી છે.દાતાઓ પાસે ચેકથી ડોનેશન લીધા બાદ તેમની મદદ કઇ વિદ્યાર્થિની માટે કઇ સ્કૂલમાં પહોંચી છે તેનો હિસાબ પણ આપવામાં આવતો હોયછે.
નિશિતા કહે છે કે,મારા માર્ગદર્શક મારા પિતા ગુલાબભાઇ છે.પાણી પીવડાવવાથી પ-૬ કલાક અસર રહે છે.અનાજના દાનથી એક થી ત્રણ દિવસ અસર રહેછે.વસ્ત્રના દાનથી એક-બે વર્ષ મદદ મળશે.પણ વિદ્યાના દાનથી આવનારી સાત પેઢીનું જીવન બદલાઇ જાય છે.