Get The App

અમરેલી લેટરકાંડ રિપોર્ટનું તારણ: ખાખી વર્દીની જ શંકાસ્પદ ભૂમિકા, નિર્લિપ્ત રાય ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે

Updated: Jan 29th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલી લેટરકાંડ રિપોર્ટનું તારણ: ખાખી વર્દીની જ શંકાસ્પદ ભૂમિકા, નિર્લિપ્ત રાય ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે 1 - image


Amreli Letter Kand : અમરેલી લેટરકાંડમાં સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્તરાયની તપાસ પૂર્ણ થઈ છે. ટૂંક જ સમયમાં તેઓ રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ સુપરત કરશે. જોકે, સૂત્રોના મતે, લેટરકાંડમાં એવું મુખ્ય તારણ બહાર આવ્યું છે કે, પોલીસની શંકાસ્પદ ભૂમિકા રહી છે. પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે ઉતાવળું પગલું ભર્યુ હતું. 

ધારાસભ્યને રાજી કરવાની લાયમાં પોલીસ ફસાઈ, અધિકારી સામે કાર્યવાહી શક્ય

અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા પોલીસ પાસેથી લાખો રૂપિયા હપ્તા લે છે તે સહિત અન્ય આક્ષેપ સાથે એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પ્રકરણમાં પોલીસે પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. રાજ્ય સરકારે સમગ્ર પ્રકરણની તપાસ નિર્લિપ્ત રાયને સોંપી હતી. એવું જાણવા મળ્યું છે કે, તપાસ પાસાઓની તપાસના અંતે નિર્લિપ્ત રાય હવે ટૂંક જ સમયમાં ડીજી વિકાસ સહાયને આખોય રિપોર્ટ સુપરત કરશે. 

આ રિપોર્ટનું તારણ એવું છે કે, ઉચ્ચ અધિકારીની સૂચના વિના મહિલાનું જાહેરમાં સરઘસ કાઢી શકાય નહીં. હવે કયા પોલીસ અધિકારીએ સૂચના આપી, કોના ઇશારે પાયલની અડધી રાતે ધરપકડ કરવામાં આવી, તે મુદ્દે રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે તે જોતાં આગામી દિવસોમાં અમરેલી પોલીસ બેડામાં ગૃહ વિભાગની ત્રાડ ગરજી શકે છે. ત્રણ પોલીસ કર્મચારીઓને તો સસ્પેન્ડ કરાયા છે. હવે પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. ભાજપના ધારાસભ્યને રાજી કરવામાં હવે ખાખી વર્દી જ ભરાઈ પડી છે. 


Tags :