Gujarat

કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા

By GS TEAM
11 Dec 20252 mins read
કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા

પોલીસે બંને સ્થળેથી જુગારનું સાહિત્ય સહિત ૩૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલોલ :  કલોલ શહેર પોલીસ દ્વારા કેલિકો મિલના મેદાનમાં દરોડો પાડયો હતો અને એ જુગાર રમતા ચાર લોકોને ઝડપી લીધા હતા તેમ જ મુબારકપુરા ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચને દબોચી દીધા હતા પોલીસે જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર તાલુકા પોલીસ મથકના જવાનોએ બાદમીના આધારે કલોલના મુબારકપુરા ગામે દરોડો પાડયો હતો. પોલીસને બાતમી મળી હતી કે મુબારકપુરા ગામે આવેલા ઠાકોરવાસના એક ખુલ્લા છાપરામાં નીચે બેસીને કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા સુરેશભાઈ ગંગારામ પ્રજાપતિ તથા નયન રોહિતભાઈ પ્રજાપતિ અને યોગેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ તથા અંકિતભાઈ બબાભાઈ પટેલ તથા મહેશ મગનજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૨૪,૨૦૦ મળી આવતા જપ્ત કર્યા હતા અને તમામની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે તેમજ શહેર પોલીસ દ્વારા કેલિકો મિલના મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસને માહિતી મળેલ કે કેલિકો મિલના મેદાનમાં જુગાર રમાઈ રહ્યો છે તે માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા સોમાજી સોનાજી મીર તથા ઈકબાલભાઈ મનુભાઈ અજમેરી અને પ્રવીણભાઈ ધીરજભાઈ રાઠોડ તથા જાફરભાઈ ગુલામ નબી સૈયદ ને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૧૪,૨૦૦ મળી આવતા જપ્ત કર્યા હતા અને તમામની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.