વડોદરાના નવાપુરામાં દારૂની મહેફિલ માણી રહેલા નવ શખ્સો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Liquor Raid : વડોદરાના નવાપુરા વિસ્તારની શિંદે કોલોનીના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા માજી. કાઉન્સિલરના સાળા સહિત નવ શખ્સોને પોલીસે ઝડપી પાડી આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવાપુરા પોલીસ સ્ટેશન સ્ટાફના પોલીસ કર્મીઓએ કંટ્રોલ વર્ધીના આધારે નવાપુરા વિસ્તારની સિંદે કોલોનીના મકાન નં.29 માં દરોડો પાડી દારૂની મહેફીલ માણી રહેલા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં હિતેશ જગદીશભાઈ ખારવા (રહે-નવાપુરા), હિમલેશ હસમુખભાઈ ખારવા (રહે-ખારવા વાડ), અનિલ રમેશભાઈ ખારવા (રહે-નવાપુરા), હિરેન કનુભાઈ ખારવા (રહે-સીયા બાગ ), દીપેશ દિનેશભાઈ ખારવા (રહે-ખારવા વાડ ), દિનકર અરવિંદભાઈ ખારવા (રહે-મદનઝાંપા રોડ), પરેશ તુલસીદાસ ખારવા (રહે-નવાપુરા), મુકેશ બાલકિશન શર્મા (રહે-પથ્થર ગેટ) અને આશિષ મહેશભાઈ ખારવા (રહે-હરિભક્તિની વાડી) નો સમાવેશ થાય છે. દરોડા દરમ્યાન પોલીસે દારૂની બે બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, પાણીની બોટલ, નમકીન, સોડા, બે નંગ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.








