વડોદરા પાસે અંકોડિયા કેનાલમાં ખાબકેલી નીલ ગાયને બહાર તો કાઢી લીધી પણ બચાવી ન શક્યા
image : Social media
Vadodara : વડોદરામાં ખુલ્લી કેનાલોની અંદર ડૂબવાના તેમજ ઢોરો પડી જવાના બનાવો અવારનવાર બની રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે એક કેનાલમાં પડી ગયેલી નીલગાયને બહાર કાઢ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું.
અંકોડીયા ખાતે ગઈ મધરાત બાદ ખેતરમાં આવેલી ગાય એકાએક કેનાલમાં પડી ગઈ હતી. સવારે કોઈનું ધ્યાન જતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ભારે જાહેમત બાદ ગાયને જીવતી બહાર કાઢવામાં આવી હતી. જોકે ત્યારબાદ ગાયે થોડી જ વારમાં તરફડિયા મારીને જીવ છોડી દીધો હતો.
નોંધનીય છે કે, ગોરવા, કરચિયા, અંકોડીયા, ઉંડેરા જેવા ગામોમાંથી પસાર થતી કેનાલમાં રહેણાંક વિસ્તાર નજીક જાળી નાખવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેનો અમલ થતો નથી અને તેને કારણે ડૂબવાના બનાવો બની રહ્યા છે.