Get The App

રૃા.11 કરોડના બોગસ બીલીંગના રેકેટમા નિલેશ ભાલાળાની ધરપકડ

એલિવેટર્સ પેઢીના સંચાલકે 21 બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કૌભાંડ આચરી 5.38 કરોડની ક્રેડીટ ઉસેટી લીધી હતી

Updated: Dec 21st, 2021

GS TEAM


Google News
Google News
રૃા.11 કરોડના બોગસ બીલીંગના રેકેટમા  નિલેશ ભાલાળાની ધરપકડ 1 - image


સુરત

એલિવેટર્સ પેઢીના સંચાલકે 21 બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કૌભાંડ આચરી 5.38 કરોડની ક્રેડીટ ઉસેટી લીધી હતી

21 જેટલી બોગસ પેઢીઓના નામે અંદાજે 11 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ આચરીને 5.38 કરોડની આઈટીસી ઉસેટવાના કેસમાં સીજીએસટી વિભાગે આજે મે.એલિવેટર્સ પેઢીના શકદાર સંચાલકની ધરપકડ કરી સુરતના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર દવેની કોર્ટમાં રજુ કરી જ્યુડીશ્યલ રિમાન્ડ માંગતા કોર્ટે શકદારને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

સુરત સીજીએસટી વિભાગની ટીમે બોગસ બીલીંગની આશંકાના આધારે ભીમરાડ સ્થિત મે. એલિવેટર્સ પેઢીના શકદાર સંચાલક નિલેશ ભાલાળાની ધંધાકીય પ્રિમાઈસીસમાં તપાસ  હાથ ધરી હતી.સીજીએસટી વિભાગની ટીમે શકદારની ધંધાકીય  સ્થળો પરથી કબજે કરેલા વાંધા જનક હિસાબી દસ્તાવેજોના વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરતા શકદારે કુલ 21 જેટલી બોગસ પેઢીઓના નામે અંદાજે 11 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતુ.

શકદાર સંચાલક નિલેશ ભાલાળાએ  ભૌતિક રીતે માલ સપ્લાય કર્યા વિના  માત્ર કાગળ પર ધંધાકીય વ્યવહારો દર્શાવીને બોગસ બીલીંગના આધારે અંદાજે રૃ.5.38 કરોડની આઈટીસી ઉસેટી સીજીએસટી એક્ટનો ભંગ કર્યો હતો.જેથી સીજીએસટી વિભાગે શકદારની ધરપકડ કરી આજે મોડી સાંજે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ માંગ્યા હતા.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની રજૂઆતોને માન્ય રાખી કોર્ટે શકદારને લાજપોર સેન્ટ્રલ જેલ મોકલવા હુકમ કર્યો છે.

Tags :