Get The App

સુરત પાલિકા વિરુદ્ધ ખજોદ ડમ્પિંગ સાઈટ પર ખુલ્લામાં કચરો નાખવાનો આરોપની અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દફતરે કરી

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકા વિરુદ્ધ ખજોદ ડમ્પિંગ સાઈટ પર ખુલ્લામાં કચરો નાખવાનો આરોપની અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દફતરે કરી 1 - image


Surat Corporation : સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર ખુલ્લામાં કચરો નાખવાનો આરોપ સાથે એન.જી.ટી માં અરજી કરવામાં આવી હતી તે અરજી ટ્રિબ્યૂનલે દફતરે કરી હોવાથી પાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે. 

સુરત મહાનગરપાલિકા દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર થયું છે લીગમાં સુરત દેશમાં અગ્રેસર હોવા છતાં સુરત પાલિકા પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ખજોદ ડમ્પિંગ સાઈટ પર ખુલ્લામાં કચરો નાખવાનો આરોપ સાથે અરજી કરવામાં આવી હતી. જોકે, પાલિકાએ  સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 નું સંપૂર્ણ પાલન કરી, રૂ.200 કરોડના ખર્ચે લીગેસી વેસ્ટનું બાયો માઇનિંગ કરી કલોઝર પ્રક્રિયા પૂર્ણ કરી છે. એટલું જ નહીં પરંતુ સુરતમાં  આવતા ઘનકચરાના પણ નિયમોનુસાર યોગ્ય રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીના કારણે જ સુરતને દેશમાં સ્વચ્છતામા અગ્રેસર સ્થાન મળ્યું છે. 

ત્યારબાદ એન.જી.ટી એ. પાલિકા સામેના આરોપની અરજીનો ચુકાદો આપ્યો છે તેમાં જણાવ્યું છે કે, પાલિકાએ ઘનકચરા વ્યવસ્થાપનની કામગીરી સંતોષકારક રીતે થઈ રહી છે. કોર્ટે અરજદારોના આરોપોને નકારી કાઢતા, સુરતની રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠા અને છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી કરાયેલી અરજી નકારી કાઢી છે. 

Tags :