Gujarat

જામનગરના લાખોટા તળાવમાં કેનાલ મારફતે નવા નીર આવતાં નગરજનોમાં હરખની હેલી

By GS TEAM
4 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદને કારણે ઉપરાંત રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે દરેડથી જામનગરના લાખોટા તળાવ તરફ આવતી કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના લાખોટા તળાવમાં કેનાલ મારફતે નવા નીર આવતાં નગરજનોમાં હરખની હેલી

Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદને કારણે ઉપરાંત રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે દરેડથી જામનગરના લાખોટા તળાવ તરફ આવતી કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ થયો હતો.

 મહાનગરપાલિકા દ્વારા ન્યુ સ્કૂલથી તળાવની પાળ વચ્ચેના માર્ગ ઉપર સ્લેબ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે અને હાલ પાણી અટકાવ્યું હતું, પરંતુ ગઈકાલે પાણીનો પ્રવાહ ખોલવામાં આવ્યો હતો. લાખોટા તળાવમાં પાણીની આવક શરૂ થઇ છે. જેથી શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.

 જામનગરના ઉત્સાહી નગરજનો આજે વહેલી સવારે તળાવમાં આવતી કેનાલ મારફતે પાણી જોવા માટે ઉમટેલા જોવા મળ્યા હતા. હજુ પણ કેનાલ માર્ગ ધીમી ગતિએ પાણીના પ્રવાહ લાખોટા તળાવમાં ઠલવાઈ રહ્યો છે, અને ધીમે ધીમે તળાવની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.