અમદાવાદ,મંગળવાર,9
ડિસેમ્બર,2025
ચાર ડિસેમ્બરથી પાંચ દિવસ માટે બંધ કરાયેલા સુભાષબ્રિજની
તપાસમાં નવો વળાંક આવ્યો છે. અત્યારસુધી બ્રિજના સ્પાનમાં તિરાડ પડી હોવાથી તપાસ
થતી હતી.હવે બ્રિજના ફાઉન્ડેશનની નિષ્ણાતોએ ચકાસણી શરૃ કરી છે.હવે ૨૫ ડિસેમ્બર
સુધી બ્રિજ લોકોની અવરજવર માટે બંધ રહેશે.એમ-પેનલનો રીપોર્ટ આજે મ્યુનિસિપલ
કમિશનરને સોંપવામા આવે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે.જે પ્રમાણે તપાસની દિશા
એકાએક બદલાઈ છે તે જોતા હવે લાંબા સમય સુધી બ્રિજ બંધ રાખવો પડે એવી સ્થિતિ જોવા
મળી રહી છે.
સુભાષબ્રિજના ઈન્સપેકશન માટે રાજય સરકારના આર.એન્ડ.બી. ડિઝાઈન
સર્કલ, કોર્પોરેશનના
એમ-પેનલ થયેલા સ્ટ્રકચરલ ડિઝાઈન કન્સલ્ટન્ટ સાથે ઈન્સપેકશન કરવામા આવ્યુ હતુ.સોમવારથી
સુભાષબ્રિજના ઈન્સપેકશનની કામગીરીમાં એસ.વી.એન.આઈ.ટી.પાસે બ્રિજની ચકાસણી કરવામા આવી
હતી.દરમિયાન બ્રિજના ડીટેઈલ ઈન્સપેકશનમાં બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી અને ટેસ્ટિંગની
કામગીરી હાલમા ચાલી રહી છે.આ ઉપરાંત આઈ.આઈ.ટી.,રુરકી ઉપરાંત આઈ.આઈ.ટી.,મુંબઈ તેમજ બ્રિજ અંગેના અન્ય નિષ્ણાતો પાસેથી ઈન્સપેકશન કરાવવાનો
નિર્ણય કરવામા આવ્યો છે.આમ પાંચ દિવસના ઈન્સપેકશન
પછી બ્રિજની વાસ્તવિક પરિસ્થિતિ વધુ
ગંભીર હોવાનુ મનાઈ રહયુ છે.


